ડભોઈ : તરસાણા ગામે ખેડુત ના ટ્રેક્ટર માથી ડીઝલ કાઢી પાણી ભરી જવા નો બનાવ બન્યો

ડભોઈ તાલુકાના તરસાણા ગામે ગત રાત્રી એ ખેડુત ના ટ્રેક્ટર માથી કોઈ ડીઝલ કાઢી ગયું હતું. અને ડીઝલ ની ટાંકી માં પાણી ભરી નાસી છુટતા ખેડૂત ને ચાર થી પાંચ હજાર રૂપિયા નુ નુકશાન થયા નો અંદાજ છે.
ડભોઈ તાલુકાના તરસાણા ગામે રહેતા ખેડુત પટેલ રંજનીકાન્ત ફુલજીભાઈ એ ખેતીકામ માટે બેંક માથી લોન મેળવી ટ્રેક્ટર વસાવ્યું હતું.અને ખેતી માટે તેનો ઉપયોગ કરતા હતા.ગત રાત્રી ના સમયે ટ્રેક્ટર માં 50 લીટર ડીઝલ ટાંકી મા ભરાવી લોક મારી તેની જગ્યા પર પાર્ક કર્યું હતુ તે દરમ્યાન રાત્રી ના સમયે તસ્કરો એ ડીઝલ ટાંકી નો લોક તોડી ડીઝલ કાઢી લઈ ડીઝલ ની ટાંકી માં પાણી ભરી નાસી છુટતા.ખેડુત ને ચાર થી પાંચ હજાર રૂપિયા નુ નુકશાન થયા નો અંદાજ છે. ખેડૂતે દેવું કરી ટ્રેકટર ખરીદ્યું હતું અને પડતાં પર પાટું નો માર જેવા હાલ થયા હતા.ખેડૂત ના જણાવ્યા અનુસાર આ કાર્ય કોઈ વિઘ્ન સંતોષી જાણભેદુ એ કર્યું હોવાની આશંકા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756