બનાસકાંઠા આંગડીયા પેઢી ની લુંટ નો ભેદ ઉકેલાયો
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓએ ઉપરોકત ગુનો શોધી કાઢવા જરૂરી સુચના કરેલ તથા જે ચોરીના ચકચારી બનાવ ની ગંભીરતા ધ્યાને લઇ બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી તરુણકુમાર દુગ્ગલ સાહેબે જાતેથી બનાવની જગ્યાની વિઝીટ કરી આ ચકચારી ચોરીનો બનાવ શોધી કાઢવા માટે અલગ અલગ ટીમોનુ ગઠન કરેલ જેમાં શ્રી બી.કે.ચૌધરી પાલનપુર શહેર પુર્વ પો.સ્ટે. તથા શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ., એલ.સી.બી. પાલનપુર તથા શ્રી ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ, એસ.ઓ.જી., પાલનપુર તથા શ્રી આર.જી.દેસાઇ પોસઇ, એલ.સી.બી., પાલનપુર તથા શ્રી કે.કે,પાટડીયા પોસઇ, પેરોલ ફર્લો સ્કોડ, તથા શ્રી એમ.કે.ઝાલા પોસઇ, અમીરગઢ પો.સ્ટે. વિગેરે અધિ.શ્રીઓની અલગ અલગ ટીમો તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ઉપરોકત વણશોધાયેલ ગુનો શોધી કાઢવાની તપાસ હાથ ધરેલ જેમાં
બનાવવાની જગ્યાના સીસીટીવી કેમેરા આધારે માહીતી મેળવતા ઉપરોકત કામે વપરાયેલ સ્કોર્પીયો ગાડી ચોરી કર્યા બાદ પાલનપુર થઇ દાંતીવાડા- રાણીવાડા થઇ સાચોર ગયેલ હોવાની માહીતી ઉપલબ્ધ થતા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા પોલીસ ઇન્સ. શ્રી એચ.પી.પરમાર તથા શ્રી બી.કે.ચૌધરી તથા પોસઇશ્રી કે.કે, પાટડીયા તથા પોસઇશ્રી એમ.કે.ઝાલાનાઓને તેમની ટીમ સાથે આબુરોડ, સિરોહી, જોધપુર, ઉદેપુર વિસ્તારમાં કાર્યવત કરેલ અને પોલીસ ઇન્સ. શ્રી ડી.આર.ગઢવી તથા પોસઇશ્રી આર.જી.દેસાઇ તથા તેમની ટીમને સાંચોર બાજુ કાર્યવત કરેલ જે તમામ ટીમો અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા તથા ટેકનીકલ સૌર્સ તથા અગાઉ પકડાયેલ આરોપીઓને રાઉન્ડ અપ કરી હ્યુમન સેન્સ આધારે માહીતી એકત્રિત કરતા એલ.સી.બી.ના અર્જુનસિહ સ્વરૂપાજીને બાતમી મળેલ કે ઉપરોકત ગુનામાં સિરોહીના પ્રવિણસિંહ રાજપુત તથા તેમની ગેંગના હાપુરામ ઉર્ફે હેપી વિશ્નોઇ તથા ભાવેશકુમાર ઉર્ફે જોન્સન માળી તથા સુરેશ ઉર્ફે ટોપી વિક્રોઇ તથા ભજનલાલ બેનીવાલ વિશ્વોઇ તથા મહેન્દ્રસિંહ જબ્બરસિહ ચૌહાણ વિગેરે માણસો મળી અગાઉથી રેકી કરી આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત મળી આવેલ હતી.
દરમ્યાન ઉપરોકત ટીમો પૈકી શ્રી બી.કે.ચૌધરી પોલીસ ઇન્સ. પાલનપુર પૂર્વ પો.સ્ટે. તથા તેમની ટીમના શ્રી એમ.કે.ઝાલા પસઇશ્રી અર્બીરગઢ તથા શ્રી કે.કે.પાટડીયા પોસઇ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા તેમની ટીમના માણસોએ આરોપી પ્રવિણસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ રહે.સિરોહી તા.જી.સિરોહી (રાજસ્થાન) તથા ભાવેશકુમાર ઉર્ફે જોન્સન પોપટજી માળી રહે.કોઠા ભાડલી તા.દાંતીવાડાની મળેલ હકકીત આધારે રાજસ્થાનના ઉદેપુરમાં દિલધડક ઓપરેશન કરતા આરોપીઓ પોલીસની ધરપકડથી બચવા સારૂ ભાગેલ જેમાં આરોપી પ્રવિણસિહ રાજેન્દ્રસિંહ ચૌહાણ ધાબા ઉપરથી પડતા તેના શરીરે ઇજાઓ થતા હાજર પોલીસ ટીમ દ્વારા તાત્કાલીક સારવાર સારૂ ખસેડવામાં આવેલ જે આરોપીઓના કબજામાંથી સોનાના દાગીના આશરે ૧૩૭૪ કીલોગ્રામ કીરૂ.૬૫,૧૭,૩૦૦/- તથા એક પિસ્ટલ તથા ત્રણ કારતુસ કીરૂ.૫૩૦૦/- તથા કાર તથા રોકડ રૂ.૧૧,૮૮,૦૦૦૦/- મળી કુલ ૩,૭૭,૦૫,૩૦૦ કબજે કરેલ છે.
આજરોજ શ્રી એચ.પી.પરમાર પો.ઇ. એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ શ્રી આર.જી. દેસાઇ પોસઇ એલ.સી.બી.ની ટીમ દ્વારા ધાનેરા ખાતેથી (૧) હાપુરામ ઉર્ફે હૈપી કિશનલાલ વિશ્નોઇ (ડારા)રહે.આબલી તા.ચીતલવાણા જિ. જાલોર (રાજસ્થાન) (૨) જયપાલ સિહ ઉર્ફે મહેન્દ્રસિહ જબ્બરસિહ ચૌહાણ (રાજપુત) રહે.કાલંદરી તા.જિ.શિરોહી (રાજસ્થાન)ના કબજામાંથી એક પિસ્ટલ તથા ઉપરોકત ગુનામાં ગયેલ અલગ અલગ પ્રકારના સોનાના દાગીના આશરે ૮૦૬ ગ્રામ કિ.રૂ.૨૮,૫૯,૮૦૦/- તથા રોકડ રૂપિયા ૫૫,૫૦૦૪- મળી કુલ ૩,૨૯,૧૫,૩૦૦/- નો મુદામાલ કબજે કરી સદર ગુનો શોધી કાઢેલ છે તથા તેમના કબજામાંથી મળી આવેલ પિસ્ટલનો ઉપરોકત ગુનો કરવા ઉપયોગ કરેલ પિસ્ટલ નંગ-૦૧ કીમત રૂ.૫૦૦૦ /- ની કબજે તેમના સામે ધાનેરા પો.સ્ટે.માં આર્મ એકટ મુજબ અલાયદી કાર્યવાહી કરવામાં આવેલ છે.
ઉપરોકત ગુનો શોધવા માટે બનાસકાંઠા જિલ્લાની એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા પરોલ ફર્લો સ્કોડ તથા જિલ્લાના અન્ય અધિકારીઓ તથા ટીમના આશરે ૩૫ થી ૪૦ પોલીસના માણસો સતત નવ દિવસ સુધી રાજસ્થાન રાજયમાં આરોપીઓનો સતત પીછો કરી આ ગુનો શોધી કાઢવામાં મહત્વની કામગીરી કરેલ છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756