સંવેદન ગૃપ દ્વારા અમરેલી ખાતે ૮૭ મું ચક્ષુદાન સ્વીકારાયું

સંવેદન ગૃપ દ્વારા અમરેલી ખાતે ૮૭ મું ચક્ષુદાન સ્વીકારાયું ચક્ષુદાતા સ્વ રીટાબેન મહેતા નું સુંદર સદકર્મ જીવન પર્યન્ત જીવંત રહે તેવું પરમાર્થ
અમરેલી સંવેદન ગૃપ દ્વારા અમરેલી ખાતે ૮૭ મું ચક્ષુદાન સ્વીકારાયું ચક્ષુદાતા સ્વ રીટાબેન મહેતા દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જીવન પર્યન્ત જીવંત રહે તેવું સદકર્મ કર્યું અંધત્વ નિવારણ માટે પરમાર્થ નો સુંદર સદેશ આપ્યો
અમરેલીની હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં વસતાં રિટાયર્ડ સેલ્સટેક્ષ ઓફિસર જે.એચ. મહેતાના ધર્મપત્ની રીટાબેન જયંતિલાલ મહેતા (ઉં.વ.૬૮)નું તા૧૮/૨/૨૨ , શુક્રવારના રોજ બ્રેઈન હેમરેજને કારણે દેહાંવસાન થતાં સ્વર્ગસ્થની અંતિમ ઈચ્છા મુજબ તેમના પૂત્ર રત્ન પંકજભાઈ તથા પૂત્રી પારૂલબેન દ્વારા ચક્ષુદાન કરેલ. પૌત્ર દીપ મહેતાએ દાદીમાંના દેહદાનની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ મેડિકલ કોલેજના સ્ટોરેજમાં સ્પેસ નહીં હોવાથી થઈ શક્યું નહોતું. પંકજભાઈ મહેતાએ નગરપાલિકાના સભ્ય બ્રિજેશભાઈ કુરૂંદલે તેમજ અમરેલી નાગરિક બેંકના નીતિનભાઈ ખિમાણીના માધ્યમથી સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો. આ ચક્ષુદાન માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, ડૉ. તેજસ બંજારા, નિખિલભાઈ આશર સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા મોહસીન બેલીમે સેવા આપી હતી. મહેતા પરિવારની સમયસરની જાગૃતિ બે અંધજનોના જીવનમાં રોશની લાવશે, તેઓએ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમ સંવેદન ગૃપના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756