અમરેલી બાલ ભવન ખાતે લોક સાહિત્ય સેતુ ની બેઠક

અમરેલી બાલ ભવન ખાતે લોક સાહિત્ય સેતુ ની બેઠક પથ્થર નગરી ના સંવેદન શીલ કવિ જે પી ડેર નો વાર્તા સંગ્રહ વિમોચન
બાલ ભવન અમરેલી ખાતે લોક સાહિત્ય સેતુ ની નિયમિત બેઠકમાં પથ્થર ની નગરી રાજુલાના સંવેદનશીલ કવિ/ લેખક જે.પી.ડેર સાહેબના કાવ્ય વાર્તા સંગ્રહના વિમોચન નો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
પ.પૂ.મોરારીબાપુના રૂડા આશિર્વાદથી સ્થપાયેલ લોકસાહિત્ય સેતુ સંસ્થાની નિયમિત બેઠક બાલ ભવનના પ્રાર્થનાખંડમા યોજવામાં આવી.
સંસ્થાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ જોષી ની અધ્યક્ષતા યોજવામાં આવી. પ્રારંભમાં સ્વરકિન્નરી લત્તાજી, પ.પૂ.કાશ્મીરીબાપુ,કર્મઠ બચુભાઈ,વિપ્ર યુવાન દર્શન કુમાર અને બપ્પીલહરીજીને સારી સભાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી.
પ્રાર્થનાના સુરીલા ગાનથી કાર્યક્રમ શરુ થયો. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ ગોંડલીયા એ પધારેલ સહુ ભાવકો,સાહિત્યકારોને શાબ્દિક આવકાર આપ્યો. મંચસ્થ મહાનુભાવો ના વરદ હસ્તે દીપપ્રાગટ્ય થયુ.કલાકાર સુરેશભાઈ શેખા, સુરેશભાઈ વેકરીયાએ દુહા છંદ ની રમઝટ બોલાવી.રાજુલા પથ્થરની નગરીના સંવેદનશીલ કવિ/લેખક જે. પી.ડેરનો કાવ્ય/વાર્તા સંગ્રહ “પિતા સાગર પ્રેમનો/સંતના આશિર્વાદ “નુ નગરગુરુ વસંતભાઈ પરીખ ના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું.
મંગલ કળશ માથે ધારણ કરેલ જેમાવિભાબેન રાજ્યગુરુના શિર ઉપર સંગ્રહ ધારણ કરી ઢોલ,શરણાઈ ના ગગનભેદી નાદથી વિશાળ સંખ્યામાં ભાવિકો બહેનો,ભાઈઓની હાજરી વચ્ચે સંગ્રહ નુ સામૈયું કરી લોકાર્પણ કર્યુ. શશિભાઈ રાજ્યગુરુ, ભાવુબેન આહિર, સાવજભાઈ આહિર,શૈલેશભાઈ વાઘેલા તેમજ કુ.રિયા મકાતી ,તથા કેવિન રોકડ જેવા મોટા ગજાના લોકસાહિત્યકારશ્રીઓએ પોતાની આગવી શૈલીમાં
દુહા,ભજન,લોકગીતો,લઘુવાર્તા વગેરે રજુ કરી વિશાળ સંખ્યામાં ભાવિકોને મોજ કરાવી આભાર દર્શન તથા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન મંત્રીશ્રી ગોરધનભાઈ સુરાણી એ પોતાની આગવી શૈલીમાં કર્યુ.
આ પ્રસંગે બાલ ભવનના ચેરમેનશ્રી હેમેન્દ્રભાઈ મહેતા, મુખ્ય ટ્રસ્ટી જવાહરભાઈ મહેતા, મોટભાઈ સંવટ, નારણભાઈ ડોબરીયા, ઉમેશભાઈ જોષી ,શ્રી બિંદુબેન અશોકકુમાર ત્રિવેદી ,મહેન્દ્રભાઈ શુક્લ, અમરીષભાઈ ડેર,તખુભાઈ સાંડસુર, ઇતેશભાઈ મહેતા સમેત સહુએ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. કાર્યક્રમ ના અંતે અલ્પાહાર લઈ કાર્યક્રમ સંપન્ન થયો.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756