કેન્દ્રીય બજેટ: દેશને આત્મનિર્ભર નહિ બનાવે, વિદેશી દેવું વધારનારું છે…. વિરજીભાઇ ઠુંમર પૂર્વ સાંસદ ધારાસભ્ય
કેન્દ્રીય બજેટ: દેશને આત્મનિર્ભર નહિ બનાવે, વિદેશી દેવું વધારનારું છે…. વિરજીભાઇ ઠુંમર પૂર્વ સાંસદ ધારાસભ્ય
કેન્દ્રીય બજેટ: દેશને આત્મનિર્ભર નહિ બનાવે, વિદેશી દેવું વધારનારું છે…. વિરજીભાઇ ઠુંમર પૂર્વ સાંસદ ધારાસભ્ય
(૧) કેન્દ્રીય બજેટ દેશને આત્મનિર્ભર નહિ બનાવે. કારણ કે સરકાર આગામી વર્ષે મોટા પ્રમાણમાં વિદેશી દેવું લેવાની છે. છેલ્લાં સાત વર્ષમાં મોદી સરકારે ચાર લાખ કરોડ રૂપિયાનું વિદેશી દેવું લીધું છે.
(૨) ગરીબો કરવેરો નથી ચૂકવતા એ ધારણા ખોટી છે. એવી દરેક ચીજ પર GST છે કે જે ગરીબો ખરીદે છે. જો ધનવાનો અને કંપનીઓને લાખો કરોડની સબસિડી અપાતી હોય તો ગરીબોને શા માટે નહિ? સરકારે આ બજેટમાં ગરીબોને બહુ જ ઓછી રાહત આપી છે.
(૩) શિક્ષણ માટે GDPના માત્ર ૦.૪ ટકા અને આરોગ્ય માટે માત્ર ૦.૩ ટકા જ ખર્ચ બજેટમાં અંદાજવામાં આવ્યું છે. તેનાથી ગરીબો અને મધ્યમ વર્ગનું અહિત જ થશે.
(૪) સરકાર આગામી વર્ષે મોટા પ્રમાણમાં રકમ રિઝર્વ બેંક પાસેથી લેશે એટલે નાણાંના પુરવઠામાં વધારો થશે અને જો વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો નહિ વધે તો ભાવો બહુ વધશે.
(૫) સરકારે ધનવાનો પર વધુ વેરા નાખવા જોઈએ અને ગરીબોને રાહત આપવી જોઈએ. સરકારે બહુ મોટા ધનવાનો એટલે કે દા. ત. જે વ્યક્તિ ૫૦ કરોડ રૂપિયાની મિલકત મૂકીને મરી જાય તો તેના વારસદારો પર વારસા વેરો નાખવો જોઈએ. અને એની આવકની રકમ ગરીબોને સીધી આપી દેવી જોઈએ. કેન્દ્રીય બજેટમાં અભ્યાસ બાદ મારો અભિપ્રાય આવો થાય છે વિરજીભાઇ ઠુંમર
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756