જામનગરમાં ૭૦ લાખના ચિટીંગમાં યુનિયન બેંકનો બ્રાન્ચ મેનેજર ને પોલીસે ઝડપી પાડયો

જામનગરમાં ૭૦ લાખના ચિટીંગમાં યુનિયન બેંકનો બ્રાન્ચ મેનેજર ને પોલીસે ઝડપી પાડયો
Spread the love

જામનગરની યુનિયન બેન્ક જેએમસી શાખાના મેનેજર અને અન્ય શખ્સે લોનમાં ગોટાળા કરીને ૬૯.૬૫ લાખનું ચિટીંગ કર્યાનું બહાર આવતા આ મામલે વિધિવત ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસે આરોપી બ્રાન્ચ મેનેજરની અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે તજવીજ હાથ ધરી હતી, અને અન્ય શખ્સની તપાસ ચલાવવામાં આવી રહી છે. લોન કૌભાંડનો આંકડો વધવાની શકયતા સુત્રોએ વ્યકત કરી છે.

જામનગરમાં યુનિયન બેન્ક જેએમસી શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા આનંદ કોલોનમાં રહેતા દશરથસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ વર્ષ-૨૦૨૦ ઓગષ્ટ માસમાં રાધેક્રિષ્ના પાર્કમાં રહેતા દર્શન હસમુખ મણીયારની સાથે મળીને ખોટા કવોટેશનના આધારે ૭૪.૨૫ લાખની લોન મંજુર કરી હતી. દરમ્યાન જેના નામની લોન હતી તેવા સાહેદોને ૪.૬૦ લાખનું ચુકવણુ કરી દીધુ હતુ અને બાકીની ૬૯.૬૫ લાખ પોતાના અંગત ઉપયોગમાં લઇને છેતરપીંડી કરી હતી, આ અંગે જયેશભાઇ મણીયાર દ્વારા બ્રાન્ચ મેનેજર અને તેના મળતીયાની સામે સીટી-એ ડીવીઝનમાં પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદ અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.પી. ઝા તપાસ ચલાવી રહયા છે, દરમ્યાનમાં આરોપી બ્રાંચ મેનેજર દશરથસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી છે અને કોવીડ રીપોર્ટની તજવીજ હાથ ધરી છે જે રીપોર્ટ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરી વધુ પુછપરછ કરવામાં આવશે, આરોપીઓ દ્વારા ૧૫ જેટલા લોકોની લોન મંજુર કરવામાં આવી હતી અને બોગસ પેઢી બનાવીને ગોટાળા કરી ચુનો ચોપડવામાં આવ્યો છે, પોલીસ દ્વારા બેન્ક ડીટેલ્સ મંગાવવામાં આવી છે જે આવ્યા બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.

સુત્રોમાંથી વધુમાં પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આરોપી બ્રાન્ચ મેનેજર અને મળતીયાએ લોન માટે આવેલા આશરે ૧૫ વ્યકિતઓના ફોર્મ ભરવા સહીઓ લઇ લોન મંજુર કરી પેઢીમાં ચેક જમા કરી દેવામાં આવતા, એવી પણ વિગત બહાર આવી હતી કે એક લાખની લોન આપવાનું કહીને આઠ લાખની લોન મેળવીી લેવાતી હતી, આ સહિતની વિગતો ફરયાદીને જાણમાં આવતા આ મામલે અરજી સહિતની કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યારબાદ છેતરપીંડીની વિધિવત ફરીયાદ દાખલ કરાઇ હતી. લોન મંજુરીના કૌભાંડનો આંક આગામી દિવસોમાં વધે તેવી સુત્રોએ હાલમાં પ્રાથમિક તપાસમાં શકયતાઓ વ્યકત કરી છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Picsart_22-02-24_21-38-28-697.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!