કારઠથી બોલેરોમાં દારૂની હેરાફેરી કરતા 2 ઝડપાયા, 1 શખ્સ ફરાર

ધરપકડ: કારઠથી બોલેરોમાં દારૂની હેરાફેરી કરતા 2 ઝડપાયા, 1 શખ્સ ફરાર
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામે રોડ ઉપર પોલીસને જોઇ બોલેરો પીકઅપ ઉભી કરી નીચે ઉતરી ભાગવાં જતા પીછો કરી બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ભાગી જવામાં સફળ રહ્યો હતો. 27,840 રૂપિયાની દારૂ બિયરની 264 બોટલો મળી આવી હતી. જથ્થો તથા ગાડી મળી કુલ 8,27,840 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચાર સામે લીમડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
કુલ રૂા. 8,27,840ના મુદ્દામાલ જપ્ત કરી 4 સામે ગુનોપંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા દાહોદ એસ.પી. હીતેષ જોયશરે દારૂ જુગારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે બુટલેગરો તેમજ ગે.કા. દારૂના પરિવહન કરતા લોકો ઉપર પરિણામલક્ષી કામગીરી કરવા માટે સૂચન કર્યુ હતું.
જે અન્વયે મદદનીશ પોલીસ અધિકારી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન અને સુચનામાં તેમજ સીપીઆઇ બી.આર.સંગાડાની રાહબરી હેઠળ ગતરોજ લીમડી પી.એસ.આઇ. એમ.એલ.ડામોર તથા સ્ટાફના પોલીસ માણસો સતિષભાઇ સોમસિંહ, મહેશભાઇ અશોકભાઇ, શૈલેષકુમાર કસનભાઇ, ધનંજયભાઇ સમુભાઇ તથા પ્રદિપભાઇ નટુભાઇ સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ હતા. તે દરમિયાન પી.એસ.આઇ. ડામોરને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ઇંગ્લીશ દારૂનો લઇ એક બોલેરો પીકઅપ ગાડી કારઠ ગામેથી કંબોઇ ગામ તરફના રોડ ઉપર આવે છે.
જેના આધારે કંબોઇ ગામે રોડ ઉપર વોચમાં હતા. તે દરમિયાન નંબર પ્લેટ વગરની બોલેરો પીકઅપ ગાડી આવતા તેના ચાલકે દૂરથી પોલીસને જોઇ ગાડી ઉભી રાખતાં ત્રણ શખ્સો ગાડીમાંથી ઉતરી ખેતરો તરફ ભાગવા જતાં પોલીસે પીછો કરી ફતેપુરા તાલુકાના કુંડલા ગામના કરણભાઇ મંગળભાઇ ડામોર તથા જાભપુર્વના દિવાનભાઇ ગવજીભાઇ મછારને પકડી પાડ્યા હતા. જ્યારે ઝાલોદ તાલુકાના કારઠ ગામનો કિરણભાઇ કડુભાઇ નીનામા નાસી જવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલા બન્નેને સાથે રાખી ગાડીમાં તપાસ કરતાં વિદેશી દારૂ તથા બીયરની કુલ 264 બોટલો જેની કિંમત 27,840ની મળી આવી હતી. જથ્થો તથા 8 લાખની બોલેરો પીકઅપ મળી કુલ 8,27,840ના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756