ડભોઇ માં મહાશિવરાત્રી પર્વ ની ઉત્સાહભેર ઉજવણી

ડભોઇ માં મહાશિવરાત્રી પર્વ ની ઉત્સાહભેર ઉજવણી
ડભોઇ નગર માં આજરોજ મહાશિવરાત્રી પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જે પ્રસંગે ડભોઇ ના તમામ શિવાલયો માં શ્રદ્ધાળુઓ ની ભારે ભીડ જોવા મળી હતી.આજરોજ વહેલી સવાર થી જ ભક્તો ની ધસારો શિવાલયો માં જોવા મળ્યો હતો.તેમજ શિવજી ની પૂજા અર્ચના કરી ફૂલ,ધતુરો, બીલીપત્ર, દૂધ,થી અભિષેક કરી ભગવાન શિવજી ની પૂજા કરી હતી.પ્રજાપિતા બ્રહ્મ કુમારી દ્વારા મહાશિવરાત્રી નિમિતે રાજયોગીની જ્યોતિ દીદી એ તમામ શિવભક્તો ને શુભકામના આપી હતી.ડભોઇ સહિત ડભોઇ તાલુકા ના કાયવરોહણ ગામે મહાશિવરાત્રી ની ભક્તિભાવ થી ઉજવણી કરવામાં આવી હતી.ડભોઇ માં આવેલ પૌરાણિક વાઘનાથ મંદિરે થી શિવજી ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ડભોઈ ના ધારાસભ્ય તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના પ્રમુખ શૈલેષભાઇ મહેતા,ડભોઇ ના માજી ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ,નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, ચિરાગ જોષી પરશુરામ સેના પ્રમુખ, સમર્થ ગોલપ,ભૂપેન્દ્રભાઈ જોશી,વિપુલભાઈ ભટ્ટ,પત્રકાર દીપકભાઈ જોશી સહિત શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.હર હર મહાદેવ ના નાદ સાથે નગર ના શિવ ભક્તો શોભાયાત્રા માં જોડાયા હતા.અને ધાર્મિક વિધિ વિધાન સાથે મહાશિવરાત્રી ની ઉજવણી કરી હતી.
રીપોર્ટ :-ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756