જામનગરની સગીરાને રાજકોટમાં કચ્છના યુવાને ગળાટૂંપો આપી હત્યા કરી

જામનગર : જામનગરની એક સગીરા તથા કચ્છનો એક યુવાન ગઈકાલે રાજકોટની હોટલમાં ઉતર્યા પછી તે સગીરાએ પોતાની હત્યા થઈ જશે તેવી દહેશતથી પોતાના મા-બાપને તે હોટલનું એડ્રેસ આપી રાજકોટ આવી જવા જણાવ્ય્ું હતું. તે દરમ્યાન આ સગીરાને સાથે રહેલા યુવકે ટાઈ વડે ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને તે યુવકે પણ એસિડ જેવું પ્રવાહી પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડયો છે અને બેભાન યુવકને સારવાર અપાવી છે. તેમજ બનાવ પાછળનું કારણ જાણવા તપાસ આરંભી છે.
રાજકોટ શહેરના કરણ પરા વિસ્તારમાં આવેલી નોવા હોટલમાં ગઈકાલે કચ્છના જેમિશ દેવાયતકા અને જામનગરની સગીરા ઉતર્યાં હતાં. આ વ્યક્તિઓએ આપેલા આધાર કાર્ડમાં બન્નેના નામ સ્પષ્ટ હોય ઉતારો આપવામાં આવ્યો હતો.
તે પછી આખા દિવસ રૃમમાં રહ્યા પછી સગીરાના પરિવારજનો રાજકોટ આવી પહોંચતા અને તેઓએ હોટલના ઓરડામાં તપાસ કરતાં તેમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો અને જેમિશ કોઈ પ્રવાહી પીધેલી હાલતમાં જણાઈ આવ્યો હતો. તેણે સારવારમાં ખસેડવામાં આવ્યો છે.
ઉપરોક્ત બનાવની પોલીસને જાણ કરાતા રાજકોટ પોલીસ ધસી ગઈ હતી. જાણવા મળેલી પ્રાથમિક વિગત મુજબ ગઈકાલે સગીરાએ પોતે આ હોટલમાં હોવાની જાણ પોતાના માતા-પિતાને જામનગર કરતાં તેણીના પરિવારજનો રાજકોટ આવવા નીકળી ગયા હતા. તે દરમ્યાન જેમિશે કોઈ કારણથી આ સગીરાને પોતાની ટાઈ વડે ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને જેમિશે એસિડ જેવું કોઈ પ્રવાહી પી લીધું હતું. પોલીસે તેને સારવારમાં ખસેડી આ બનાવના તાણાવાણા મેળવવા તપાસ આરંભતા આ સગીરા એન્જીનિયરીંગ કરતી હોવાનું પણ બહાર આવ્યું છે અને તેણે જેમિશ સાથે લગ્નનો ઈન્કાર કરતા તેણીની હત્યા કરી નખાઈ હોવાનું પ્રાથમિક તારણ મળ્યુ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756