ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત”અન્નપૂર્ણા રથ” ટીફીન સેવા સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ

દર્દી અને તેની સેવા કરતા સગાં સંબંધીઓની સેવાનું કલ્યાણકારી કાર્ય કરી રહેલી અમદાવાદ શહેરની સંસ્થા ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત”અન્નપૂર્ણા રથ” ટીફીન સેવા સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ
આ ટીફીન સેવામાં શહેરના ૧૫૦૦૦ થી વધુ પરિવારો મહીનામાં એક વખત ટીફીન ભરી આપીને ઘરે બેઠા “અન્નદાન મહાદાન”કર્યાનો પુણ્ય લ્હાવો લઈ દાન કર્યાનું પુણ્ય મેળવી રહ્યા છે. તેમને આભાર સાથે અભિનંદન પાઠવામાં આવે છે અને જે પરિવારો ટીફીન આપતા નથી તેવા પરિવારોને વિનંતી કે ટીફીન દ્વારા ઘરે બેઠા “અન્નદાન” આપીને પુણ્ય મેળવવાનો લ્હાવો લેશો તેવી અમો આશા રાખીએ છીએ. “ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ” તી રીક્ષા જેને “અન્નપૂર્ણા રથ” નામ આપવામાં આવ્યુ છે. તે દ્વારા કાર્યકરો સંસ્થાનું ખાલી ટીફીન આગલા દિવસે મૂકી જાય છે, બીજા દિવસે સવારે ૧૧.૦૦ થી ૧૨.૩૦ ના સમયમાં રીક્ષા ભોજન ભરેલા ટીફીન લઈ જાય છે. તે સિવીલ હોસ્પિટલ અસારવા અને સોલા, કીડની, કેન્સર હોસ્પિટલ તેમજ મણીબેન આયુર્વેદિક હોસ્પિટલ પહોંચાડાય છે.જેમા અમોને ગાયત્રી પરિવાર અને અન્ય સંસ્થાઓનો સહયોગ છે. હાલમાં અમો પાંચ રીક્ષા “અન્નપૂર્ણા રથ” મારફતે લગભગ ૭૦૦જેટલા ટીફીન આપીએ છીએ.જેમાં એક પરિવારને મહિનામાં એક વાર ટીફીન ભરી આપવાની તક મળે છે. આમ દરરોજ સંસ્થા તરફથી ટીફીનો હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે જેમાં આપ પણ જ્યાં રહેતા હોય તેમના આસપાસના નામ નોંધી સંસ્થાનો સંપર્ક કરી સહયોગ કરી શકો છો.
I દર્દી સેવા એજ પ્રભુ સેવા |
॥ ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યું, ભર્ગો દેવસ્ય ધીમહી ધિયો યોનઃ પ્રચોદયાત્ II
ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ
આ સંસ્થાને આપેલ દાન ૮૦-જી અન્વયે કરમુક્તિને પાત્ર છે, સિવીલહોસ્પીટલ કેમ્પસમાં આવેલ કેન્સર, કીડની, યુ.એત મહેતા કાર્ડિઓલોજી (હાર્ટ)
જનરલ તથા મણીબેન આયુર્વેદિક હોસ્પિટલ તેમજ સિવીલ હોસ્પિટલ સોલાના દર્દીઓતથા તેમના સંબંધી માટેની કલ્યાણકારી સંસ્થા”
• ટીફીન સેવામાં સહયોગ આપતી સંસ્થા | વ્યક્તિ
• અમદાવાદ જિલ્લા ગાયત્રી પરિવાર અને તેની સહયોગી શાખાઓ • શ્રી ડી. કે. પટેલ (એકમે ફામસ્યુટીકલ્સ)
ગોપી ભજન મંડળ (વેજલપુર)
• જ્યોતિબેન જોષી (વેજલપુર)
સ્વ. સવિતાબેન ભાઈલાલભાઈ પટેલ (મોટેરા)
• ઘનશ્યામભાઈ પટેલ (બંદરખા)- લાલાભાઈ શીવલહેરી ગ્રુપ (બદરખા) શૈલેપ પરીખ, પ્રવિણભાઈ જૈન, સુનીલ પંડિત
રમેશભાઈ કે. શાહ (શાહીબાગ)
(ઓઢવ)
• સંસ્થાની અન્ય સેવા પ્રવૃત્તિઓ •
(૧) દર્દીઓને પૌષ્ટિકતા માટે કેન્સર હોસ્પિટલમાં ૩૫૦ થી વધુ દર્દીઓને દર બુધવારે ચોખ્ખા ઘીનો સોજીનો દૂધમાં બનાવેલ શીરો આપવામાં આવે છે, તે પેટે રૂા.૫૦૦૦ લેવામાં આવે છે. પ્રોટોન પાઉડરના ૧૨૫ ડબ્બા દર બુધવારે સ્ત્રી, પુરુષ તથા બાળકોના વોર્ડમાં આપવામાં આવે છે. (૨) આમ તેમજ ખોડ-ખાપણવાળા દર્દીઓને ઉપયોગી સાધન લાવવામાં મદદ કરે છે.
(૩) કેન્સર હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં દરેક બાળક દર્દીને દર બુધવારે ચોખ્ખા ધી નો શીરો,બિસ્કીટ તથા તેમને ઉપયોગી જરૂરી રમકડાં તેમજ પ્રોટીન પાઉડરના ડબા આપવામાં આવે છે. (૪) કેસર બાળ ને માટે 11.5. ની બટર ફ્લાય સોચન, ૨૧,૨૨,૨૩ અને ૨ાની સીંગાપોરથી મંગાવીને સંપૂર્ણ જરૂરીયાત પૂરી કરીએ છીએ, તાવ આવતા કેન્સર દર્દીને બાળકો માટે વપરાતુ ફેબ્રીનીલ ઈન્જેકશન દવાખાનામાં આપીએ છીએ.(૫) મધ્યમ વર્ગના જરૂરિયાતવાળા ૨૫૦ થી ૩૦૦ કુટુંબોને વાર્ષિક ૧૫ લાખ રૂ।.સુધીનું અનાજ કીટ વિતરણ કરવામાં આવે છે. સંસ્થાની ટીફીન સેવાને બીરદાવી સિવીલ હોસ્પિટલ સત્તા મંડળે બી.જે.મેડીકલ કોલેજના ગ્રાઉન્ડમાં ટીફીન વિતરણ કરવા માટે સુંદર સગવડવાળી જગ્યા બનાવીને આપી છે. ટીફીન સાફ કરવા માટે બેસીન, ઠંડા પાણીની વ્યવસ્થા, કેબીન પ્લેટફોર્મ સાથે બનાવી આપ્યું છે.
(૬) મહિને રૂ।. ૧૦,૦૦૦ સુધી કેન્સરના બે દર્દીઓને અને કીડનીના એક દર્દીને ડોકટરની સલાહ મુજબ આર્થિક સહાય આપવામાં આવે છે. (૭) સિવીલ હોસ્પિટલમાં-સોલામાં પણ અલાયદી જગ્યા ટીફીન વિતરણ કરવા માટે આપેલ છે,તે જગ્યાએથી દરરોજ ૧૨૫ થી ૧૫૦ ટીફીન વિતરણ કરવામાં આવે છે. (૮) જરૂરિયાત વાળા દર્દીને કોન્સનટ્રેટર ઓક્સીજન મશીન રાહત દરે ભાડે આપવામાં આવે છે. રીક્ષા દાન
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો,9426555756
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756