વડિયા ખાતે આપ દ્વારા આતિશબાજી થી કરાઈ ઉજવણી

પંજાબ નો વિજ્યોત્સવ, વડિયા આપ દ્વારા આતિશબાજી થી કરાઈ ઉજવણી
આપ ને પંજાબ જીતા અબ બારી હે ગુજરાત કી, ઇન્કલાબ જિંદાબાદ ના નારા ગુંજ્યા.
વડિયા
ભારત ના પાંચ રાજ્યોની ચૂંટણીમાં પંજાબ માં આમ આદમી પાર્ટી દ્વારા 117માંથી 92સીટો પર ભવ્ય વિજય મેળવી આમ આદમી પાર્ટી નો સૂર્યોદય દિલ્હી બાદ પંજાબ માં પણ જોવા મળ્યો છે. ત્યારે કેજરીવાલ મોડેલ થી પંજાબ માં ભવ્ય જીત થતા તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. અમરેલી ના વડિયા માં આમ આદમી પાર્ટી દ્વારા મુખ્ય બજાર માં આવેલા શિવાજી ચોક ખાતે આતીશબાજી અને”આપ ને પંજાબ જીતા અબ બારી હે ગુજરાત કી” ઇન્કલાબ જિંદાબાદ,ભારત માતા કી જય ના નારા લગાવી કરી ઉજવણી કરાઈ હતી.આ ઉજવણી માં આમ આદમી પાર્ટી ના અમરેલી જીલ્લાના ઓબિસી પ્રમુખ સુખાભાઈ વાળા, જિલ્લા સંગઠન મંત્રી રવિભાઈ ધાનાણી,પ્રમોદ ગઢીયા,હરેશ રાદડિયા,જેન્તી પાઘડાર,પારસ ઘોડા,જગદીશ હરખાણી,ગૌતમ વઘાસીયા સહીત ના હોદેદારો અને કાર્યકર્તા જોડાયા હતા.
રિપોર્ટ રાજુ કારીયા વડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756