જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ યોજાશે

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ યોજાશે
Spread the love

-જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ યોજાશે

કેન્સરનું રોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 14 થી 17 માર્ચ’22 સુધી નિ:શુલ્ક કેન્સર કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મોઢા-ગળાના કેન્સર, પેટ-આંતરડાના કેન્સર, સ્તન કેન્સર, સ્વરપેટીનુ કેન્સર, ગર્ભાશયના મુખનુ કેન્સર તથા અન્ય પ્રકારના કેન્સરની તપાસ અને સારવાર માટે જીસીએસ હોસ્પિટલના કેન્સર નિષ્ણાતો મેડિકલ અને હેમેટો ઓન્કોલોજીસ્ટસ ડો. કીર્તિભાઇ પટેલ, ડો. કલ્પેશ પ્રજાપતિ અને ડો. આભા દુબે તેમજ કેન્સર સર્જન ડો. ઉર્વીશ શાહ અને ગાયનેક કેન્સર સર્જન ડો. દિવ્યેશ પંચાલ દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન મળશે. સુગર, પેશાબ, ક્રિએટિનિન, બિલીરૂબિન વગેરે બેઝિક ટેસ્ટ્સ-તપાસ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 9979849537 પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જીસીએસ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના (PMJAY) અંતર્ગત કીમોથેરાપી અને કેન્સર સારવાર-સર્જરી નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. જીસીએસ હોસ્પિટલ એ 1000-બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220312-WA0015.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!