જામનગરમાં પોલીસ મથકે બોલાવેલા પતિને પત્ની સહિત ત્રણ શખ્સોએ માર મારી કર્યો હુમલો

જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતાં એક દંપતી વચ્ચે મનદુઃખ ચાલતું હતું. જેથી આ મનદુઃખ સંદર્ભે પત્નીએ પતિને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. જ્યા મહિલા પોલીસ સ્ટેશનની બહાર નિકળતા જ પતિને તેની પત્ની, સસરા અને સાળાએ માર માર્યો હતો. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પતિએ આ ત્રણેય સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતાં આકાશ ચંદુભાઈ ધોકાઇ નામના યુવાનને તેની પત્ની દિપાલીબેન સાથે મનદુ:ખ ચાલતું હતું. આ મનદુ:ખ સંદર્ભે દિપાલીબેને શુક્રવારે બપોરના સમયે પતિને મહિલા પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો.
આ દરમિયાન પતિ આકાશ મહિલા પોલીસ સ્ટેશનની બહાર નિકળ્યો ત્યારે તેની પત્ની દિપાલીબેન, સસરા મનસુખ હરિયાણી, સાળો આશિષ નામના ત્રણેય શખ્સોએ એકસંપ કરી માર માર્યો હતો. તેમજ ધમકી આપી મુંઠ વડે પેટમાં અને આંખની ઉપર તથા કાન પાછળના ભાગે માર મારી ઈજા પહોંચાડી હતી. પોલીસ સ્ટેશન બહાર જ યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો.
આ હુમલાના બનાવમાં ઈજાગ્રસ્ત પતિ આકાશે તેની પત્ની દિપાલીબેન, સસરા મનસુખ હરિયાણી, સાળો આશિષ હરિયાણી સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756