કાલાવડ ગામે મળેલ મહિલાનો મૃતદેહનો ભેદ ખૂલ્યો: પ્રેમ સંબંધમાં કારણે હત્યા થયાનું ખૂલ્યું

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ફગાસ ગામની સીમમાંથી પરમ દિવસે સાંજે એક અજ્ઞાત મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહનું પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવાયા પછી તેની હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવ્યુ હોવાથી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી, દરમિયાન ૩૦ કલાકના સમયગાળા દરમિયાન કાલાવડ ગ્રામ્ય પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો, અને હત્યા પાછળ પ્રણય ત્રિકોણ હોવાનું કારણભૂત બન્યું હતું. મૃતક યુવતી ઉપલેટા પંથકની હોવાનું અને તેના બે પ્રેમીઓએ સાથે મળીને યુવતીને ઉઠાવી જઇ ગળે ટૂંપો દઈ હત્યા નીપજાવી હતી, અને મૃતદેહને ફગાસ ગામની સીમમાં ફેંકી દઈ ભાગી છૂટયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મૃતક યુવતીની પુત્રની ફરિયાદના આધારે બંને પ્રેમીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.
આ ભારે ચકચાર જગાવનારા બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ફગાસ અને માછરડા ગામની સીમ વચ્ચેથી પરમ દિવસે સાંજે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.જે બાબતે પોલીસને જાણ કરાતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે અંદાજે 35થી 40 વર્ષની વયની અજ્ઞાત મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું, જેના રિપોર્ટમાં યુવતીને ગળે ટૂંપો આપી દેવાયો હોવાનું જાણવા મળતાં તેની હત્યા નીપજાવી હોવાનું જાહેર થયું હતું.
જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, અને ૩૦ કલાકના સમયગાળા દરમિયાન જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ. એચ.વી.પટેલ ઉપરાંત સ્ટાફના રાજુ ભાઈ કરમુર, અને મયુરસિંહ જાડેજા વગેરેએ સૌ પ્રથમ મૃતક યુવતીની ઓળખ કરી લીધી હતી, અને તેનું નામ શબીનાબેન તૈયબભાઈ સંધિ (ઉ.વ.40) હોવાનું અને તેણી ઉપલેટામાં વસવાટ કરતી હોવાનું જાહેર થયું હતું.
જેથી જ કાલાવડ ગ્રામ્ય પોલીસે તપાસનો દોર ઉપલેટા સુધી લંબાવ્યો હતો. જ્યાં શબીનાબેન પોતાના ઘેરથી ૨૨મી તારીખથી લાપતા થઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું.
જેની પરિણીત પુત્રી તસ્લીમબેન સંધિ કેજે હાલ મોટાદડવા ગામ માં રહે છે, પોલીસે તેનો સંપર્ક સાધ્યો હતો. જેની પૂછપરછમાં ના આધારે સમગ્ર હત્યા કેસનો ભેદ ઉકેલાયો હતો, અને હત્યા પાછળ પ્રણયત્રિકોણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. તસ્લીમબેને કેટલીક ચોંકાવનારી રજૂઆતો કરી હતી, જેમાં તેણીની માતા શબીનાબેન કે જેના પોતાના પતિ તૈયબભાઈ સંધિ સાથે 2018ની સાલમાં તલાક થઈ ગયા હતા. જે તલાકમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હતું.
શબીનાબેનને ઉપલેટામાંજ રહેતા ભીખાભાઈ મગનભાઈ કોળી સાથે છેલ્લા દસેક વર્ષથી પ્રેમસંબંધ હતો. જે અંગેની પતિને જાણ થવાથી પતિએ તલાક આપી દીધા હતા, અને માતા પુત્રી અલગ રહેતા હતા. જે પ્રેમ સબંધચાલુ હતો, દરમિયાન શબીનાબેનને આજથી સાતેક વર્ષ પહેલાં ઉપલેટા તાલુકાના તલંગાણા ગામના કાળુભાઈ પ્રેમજીભાઈ કોળી નામના શખ્સ સાથે પણ પ્રેમ સંબંધ બંધાયો હતો, અને છેલ્લા કેટલાક વર્ષોથી શબીનાબેન સાથે બંને શખ્સો પ્રેમ સંબંધ રાખતા હતા, અને એકબીજા થી વાકેફ પણ હતા. જેના કારણે અવાર નવાર ઝઘડા પણ થતા રહેતા હતા.
છેલ્લા બે મહિનાથી શબીનાબેને પોતાના બંને પ્રેમીઓને પ્રેમ સંબંધ તોડી નાખવાનું કહ્યું હતું, અને પોતાને એકલા જીવન વિતાવવું હતું. પરંતુ બંને પ્રેમીઓને પસંદ ન હતું, અને શબીનાબેન બે મહિનાથી તેઓના ફોન પણ રિસીવ કરતી ન હતી, અને સાથે આવવા જવાનો ઇન્કાર કરતી હતી.
દરમિયાન ગત ૨૨મી તારીખે બંને પ્રેમીઓ શબીનાબેનના ઘેર આવ્યા હતા, અને તેણીને કારુભાઈની કારમાં બેસાડીને ઉપલેટાથી લઇ ગયા હતા, ત્યાર પછી ગધેથડ પંથકમાં બંને પ્રેમીઓએ મળીને શબીનાબેનનું દોરી વડે ગળુ દબાવી કાસળ કાઢી નાખ્યું હતું, ત્યાર પછી મૃતદેહ ને કાલાવડ પંથકમાં લઈ આવી માછરડા ગામ નજીકના વિસ્તારમાં ફેંકી દીધો હતો, અને ભાગી છૂટયા હતા.
જે સમગ્ર ખુલાસો થયા પછી પોલીસે મૃતક શબીનાબેનની પુત્રી તસલીમ ની ફરિયાદના આધારે બંને પ્રેમીઓ ભીખાભાઈ મગનભાઈ કોળી, અને કારુભાઈ પ્રેમજીભાઈ કોળી સામે આઇપીસી કલમ 302 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે, અને બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અને આ બનાવને લઇને ભારે ચકચાર જાગી છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756