જામનગરમાં ખાનગી પેઢી માટે ની લોન અંગે ના ચેક રિટર્ન કેસમાં આરોપીને જેલ સજાનો હુકમ

જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી. માંથી અડધા લાખની લોન મેળવનાર સભાસદ દ્વારા લોન મેળવવામાં આવી હતી. જેની પરત ચૂકવણી કરવા નહિ આવતા અદાલતમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ કેસમાં આરોપીને જેલ સજા અને ચેક રકમ મુજબના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.
જામનગર સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી માંથી સભાસદ નિલેષ રસિકભાઈ મહેતા એ ધંધા માટે લોન મેળવી હતી. જેની પરત ચૂકવણી કરતા ન હતા. આથી સોસાયટી દ્વારા અદાલતમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી .
આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા એડી.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.ડી.રાવ એ આરોપી નિલેશભાઈ મહેતા સામેનો કેસ સાબિત માનીને તેને જેલ સજા તથા ચેકની રકમ મુજબ રૂ. 51750 ના દંડ નો હુકમ કર્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756