જામનગરમાં કોંગ્રેસના 100 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ એકસાથે ‘આપ’માં જોડાયા

જામનગરમાં કોંગ્રેસના 100 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ એકસાથે ‘આપ’માં જોડાયા
Spread the love

જામનગર : જામનગર શહેર/જિલ્લાના કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આગેવાનો તેમના સાથી કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જામનગરની હોટલ ગોલ્ડન ક્રાઉનમાં પત્રકારો અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો-કાર્યકર્તાઓની હાજરીમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ-કાર્યકર્તાઓનું પક્ષના ખેસ અને અને ટોપી પહેરાવી સ્વાગત કરી પક્ષમાં આવકાર્યા હતાં. આ તકે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ દોંગા, શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર, પ્રદેશ સંગઠન મંત્રી દયાબેન મકવાણા, દુર્ગેશભાઈ, ઉપપ્રમુખ આશિષભાઈ કંટારિયા, સુખુભા જાડેજા, પ્રવિણભાઈ, મહિલા પ્રમુખ ચેતનાબેન પુરોહિત, યુવા પ્રમુખ ધવલભાઈ ઝાલા, મહિલા ઉપપ્રમુખ ઈન્દુબેન રાવલ, મહિલા મંત્રી પૂનમબેન ઝાલા વગેરે હાજર રહ્યા હતાં.

કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી (સંગઠન) કાનજીભાઈ પી. બથવાર (કે.પી. બથવાર), પૂર્વ ઉપપ્રમુખ મોહનભાઈ સભાયા, પૂર્વ ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા, ધનજીભાઈ કે. સીંગલ, દિનેશભાઈ સીંગલ, એડવોકેટ હેમતભાઈ વાઘેલા, શહેર કોંગ્રેસના પૂર્વ મંત્રી દિપકભાઈ રાઠોડે વિધિવતરીતે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે કે.પી. બથવારે જણાવ્યું હતું કે, ભાજપ સામે કોંગ્રેસની નેતાગીરી અત્યંત નબળી પૂરવાર થઈ રહી છે ત્યારે પ્રજાની સમસ્યાઓને વાચા આપવા અને પ્રજાલક્ષી ચોક્કસ વિચારશરણી ધરાવતી આમ આદમી પાર્ટીને પંજાબના લોકોએ દિલથી સ્વીકારી સત્તા સોંપી છે, ત્યારે અમે આ વિચારધારામાં જોડાયા છીએ. જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ દોંગા તથા શહેર પ્રમુખ કરસનભાઈ કરમુરે ભાજપના શાસનમાં સમગ્ર રાજ્ય અને દેશની પ્રજા સમક્ષ અનેક સમસ્યાઓ સર્જાઈ હોવાનું જણાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા ‘આપ’માં વિશ્વાસ મૂકશે અને પરિવર્તન થશે. ઉપપ્રમુખ આશિષભાઈ કંટારિયાએ સ્વાગત અને આભારદર્શન કર્યું હતું.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

FB_IMG_1649343758179-1.jpg FB_IMG_1649343755576-2.jpg Picsart_22-04-07_20-33-43-755-0.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!