ખોડા ચેકપોસ્ટ તપાસ માં અફીણ નો રસ મળ્યો

ખોડા ચેકપોસ્ટ તપાસ માં અફીણ નો રસ મળ્યો
Spread the love

થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી વાહનચેકીગ દરમિયાન ગેરકાયદેસરનો માદક પદાર્થ અફિણના રસનો જથ્થો ૩૦૦ ગ્રામ કિ.રૂા.૩૦,૦૦૦/- સહિત કુલ મુદ્દામાલ રૂા.૩૧,૯૦૦/- સાથે એક આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ
આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ સાહેબ નાઓએ નાર્કોટીક્સ ડ્રગ્સની હેરાફેરી, સંગ્રહ તથા વેચાણને ડામી દેવા સારૂ વધુમાં વધુ કેસો કરવા કડક સુચના કરેલ હોઇ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી પૂજા યાદવ સાહેબ, થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ગેરકાયદેસરની પ્રવૃતિ થતી રોકવા અટકાવવા સતત પ્રયત્નશીલ હતી.
જે અન્વયે તા.૧૧/૦૪/૨૨ના રોજ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ખાનગી ઇકો ગાડીમાં બેઠેલ પેસેન્જર મોહનલાલ સામતાજી ખિચડ(બિશ્નોઇ) રહે.ખીચડો કી ઢાણી, કોટડા તા.રાણીવાડા જિ.જાલોર રાજસ્થાન વાળાના જાત કબજામાંથી વગર પાસ પરમીટનો અને ગે.કા. રીતે માદક પદાર્થ અફિણનો રસ કુલ- ૩૦૦ ગ્રામ કિ.રૂા.૩૦,૦૦૦/- સાથે મળી આવેલ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તથા દવાખાનાની ફાઇલો-૩, થેલો-૧ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રકમ રૂ.૧૪૦૦/- એમ કુલ કિ.રૂ.૩૧,૯૦૦/- ના મુદામાલ સાથે વાહન ચેકીંગ દરમિયાન મળી આવતાં તે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિઝ એકટ ૧૯૮૫ ની કલમ- ૮(સી), ૧૭(બી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

*કામગીરી કરનાર અધિકારી/કર્મચારી*
*(૧) શ્રી જે.બી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર*
(૨) અ.હે.કો. આયદાનભાઇ ગજાભાઇ
(૩) અ.પો.કો. પ્રકાશભાઇ ભગવાનભાઇ
(૪) આ.પો.કો. દિપાભાઇ જીવાભાઇ
(૫) અ.પો.કો. ભરતભાઇ કેસાભાઇ
(૬) ડ્રા.પો.કો હડમતસિહ પ્રતાપસિંહ

રિપોર્ટ:જનકસિહ વાઘેલા (બનાસકાંઠા)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

 

IMG_20220412_123622.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!