જામનગર જિલ્લા ની પત્રકાર એકતા પરિષદ મિટિંગ સર્કિટ હાઉસ જામનગર ખાતે મળી

જામનગર જિલ્લા ની પત્રકાર એકતા પરિષદ મિટિંગ સર્કિટ હાઉસ જામનગર ખાતે મળી ગઈ…
પ્રદેશ અધ્યક્ષ,પ્રદેશ પ્રભારી સહિત આગેવાનો ની હાજરી માં સર્વાનુમતે નવા જિલ્લા પ્રમુખ તરીકે વિક્રમભાઈ ચુડાસમાની નિમણુક કરવામાં આવી
આ કાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ ભાઈ ના નેતૃત્વમાં મળી હતી,જેમાં પ્રદેશ આઇ.ટી.સેલ સમીર બાવાણી પ્રદેશ અગ્રણી મુકેશભાઈ સખીયાં,પ્રહલાદભાઈ ચૌહાણ,ઝોન ૯ નાં પ્રભારી ભરતસિંહ રાઠોડ, ઝોન – ૯ ના સહ પ્રભારી શ્રી દિનેશભાઈ કલાલ, સહિત આગેવાનો ની હાજરી અને સ્થાનિક વરિષ્ઠ પત્રકારો ની હાજરી માં પ્રદેશ અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી,કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો…
ઉપસ્થિત મહેમાન શ્રી મંચસ્થ મહાનુભવો નું પુષ્પગુચ્છ અને પુષ્પહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ને આગળ વધારતા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા દ્વારા પોતાના શાબ્દિક ઉદ્દબોધન માં જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બર 2019 નાં દિવસે ગાંધીનગર ખાતે પ્રથમ બેઠક યોજાઇ હતી અને આજ દિન સુધી માં ગુજરાત નાં મોટાભાગ નાં જિલ્લાઓમાં બીજા અને ત્રીજા તબક્કા ની બેઠકો યોજી સંગઠન ને મજબૂત કરવાનું કાર્ય પત્રકાર એકતા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. અને નજીકના સમય માં માત્ર બાકીના 4 જિલ્લાઓ ની સંગઠન ની કારોબારી ની રચના કરી પૂર્ણ ગુજરાત માં 33 જિલ્લા અને 252 તાલુકાઓ માં પત્રકાર એકતા સંગઠન ની કારોબારી પૂર્ણ કરી પત્રકાર એકતા સંગઠન નાં પ્રયોજક અને સ્વપ્ન દ્રષ્ટા મર્હુમ સલીમભાઈ બાવાણી ને સાચી શ્રઘ્ધજલી આપી એક મહા અધિવેશન નું પણ આયોજન કરવાનું છે.
ત્યાર બાદ ઉપસ્થિત અન્ય મહાનુભવો દ્વારા પત્રકાર એકતા સંગઠન નાં તેમના જિલ્લા માં અને સંગઠન સાથેના અનુભવો હાજર પત્રકાર મિત્રો એ પત્રકાર એકતા સંગઠન સાથે જોડાઈ અને પત્રકારો ને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.
વિશેષ ઉપસ્થિત પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા સંગઠન નાં કાર્યો વિશે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકાર મિત્રો ને વિવિધ રૂપે મદદરૂપ થયા છે અને સરકાર સમક્ષ રજૂ કરેલી વિવિધ માગણીઓ પૈકીની મહત્તમ માગણીઓ એક મહા અધિવેશન આગામી દિવસોમાં યોજી અને સરકાર નાં પ્રતિનિધિ પોતે જ મંચ પરથી જાહેરાત કરશે.
પત્રકાર એકતા સંગઠન ની કાર્યપદ્ધતિ મુજબ કાયદેસર ની ચૂંટણી પ્રક્રિયા યોજી હાજર પત્રકાર મિત્રો પાસેથી નામની દરખાસ્ત મંગાવતા સર્વાનુમતે વિક્રમભાઈ ચુડાસમા ની જામનગર જિલ્લા પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી હતી..
વિવિધ હોદ્દાઓ પર સર્વાનુમતે ઉપપ્રમુખ તરીકે કોમિલભાઈ મણિયાર, શરદભાઈ રાવલ, મહામંત્રી તરીકે હિંમતલાલ ગોરી, મંત્રી તરીકે ચંદ્રિકાબેન ગોંડલિયા, કપિલભાઈ મેતવાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાજી શેર મહંમદ ભાઈ દોડાની, સહમંત્રી તરીકે જીતેન્દ્રભાઈ નડીયાપરા, જીગ્નેશભાઈ પરમાર, નિલેશભાઈ ગઢવી, ખજાનચી તરીકે ઉમેશભાઈ માવાણી અને આઇ.ટી.સેલ માં ઉમેશભાઈ જાખરિયા ની સર્વાનુમતે નિમણુક કરાઈ હતી.
અંતે સૌ મિત્રો ચા નાસ્તો લઈ સહર્ષ છુટ્ટા પડ્યા હતા..
પ્રદેશ આઇ.ટી.સેલ
સમીર સલીમભાઈ બાવાણી
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756