થરાદ વિસ્તારમાંથી દારૂ ઝડપી લેતી એલસીબી બનાસકાંઠા

એલ.સી.બી પોલીસ સ્ટાફના રઘુવિરસિંહ રણજીતસિંહ,એ.એસ.આઈ. યશવંતસિંહ દેવીસિંહ,હે કો. રાજેશભાઈ હરીભાઇ,હેડ.કોન્સ ઓખાભાઈ નારણાભાઈ,પો.કો ગજેન્દ્રદાન શેષકરણદાન,પો.કો પ્રકાશભાઈ માવજીભાઈ થરાદ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા. દરમ્યાન એ.એસ.આઈ યશવંતસિંહ નાઓને ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “શીલું રાજસ્થાન તરફથી એક સ્વીફ્ટ ગાડી નં. GJ-08-AJ 4089 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવનાર છે.” જે બાતમી હકીકત આધારે આજાવાડા નર્મદા કેનાલના પુલીયા પાસે નાકાબંધીમાં હતા. દરમ્યાન ઉપરોક્ત હકીકત આધારે સદરે હકીકત વાળી સ્વીફ્ટ ગાડી આવતાં ઉભી રખાવવા ઈશારો કરતાં ગાડીના ચાલકે ઉભી રાખેલ નહિ અને ગાડી નારોલી ગામ તરફ ભગાડતાં ખાનગી વાહનથી પીછો નારોલી ગામના ચરેડામાં સ્કુલની આગળ વાહન ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડની સાઈડમાં કરતા ન ચોકડીઓમાં ઊતરી જઇ ગાડીનો ચાલક ગાડી મૂકી નાસી ગયેલ સદરે ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ-1824 કિ.રૂ.1,71,360/- તથા સ્વીફ્ટ ગાડી કિ.રૂ.3,00,000/- એમ કુલ મુદ્દામાલ કિ.રૂ.4,71,360/- નો મુદ્દામાલ મળી આવતાં ગાડી મુકી નાસી જનાર ચાલકની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756