ડભોઇ તાલુકાના બાણજ ગામે ‘ સોઈલ હેલ્થ કાર્ડ ‘ યોજના અંતર્ગત ખેતરોમાંથી માટીના નમૂના લેવાયા

ડભોઇ તાલુકાના બાણજ ગામે ‘ સોઈલ હેલ્થ કાર્ડ ‘ યોજના અંતર્ગત ખેતરોમાંથી માટીના નમૂના લેવાયા
Spread the love

” ડભોઇ તાલુકાના બાણજ ગામે ‘ સોઈલ હેલ્થ કાર્ડ ‘ યોજના અંતર્ગત ખેતરોમાંથી માટીના નમૂના લેવાયા ”

ડભોઈ તાલુકાના બાણજ ગામ ખાતે ગુજરાત સરકારના ખેતીવાડી ખાતાં દ્વારા અમલીકૃત એવી ” સોઈલ હેલ્થ કાર્ડ ” યોજના અંતર્ગત બાણજ ગામના ખેતરોમાંથી માટીના નમુના લેવાયા હતા. આ યોજના અંતર્ગત બાણજ ગામના સરપંચ મોનાબેન રાજેશભાઈ બારોટ, ડેપ્યુટી સરપંચ યોગેશ પટેલ , ગ્રામસેવક નિલેશભાઈ એસ.તડવી, ધર્મેશ ભાઈ બી.રાઠવા ( ગ્રામ સેવક ), મિસ્ત્રી મહેશભાઈ મંગળભાઈ, પંચાલ કનુભાઈ રણછોડભાઈ, મહેશભાઈ શનાભાઈ બારોટ ( પુર્વ સરપંચ ), રોહિત અમરીશ ભાઈ, રોહિત મધુબેન મહેશભાઈ, રોહીત મહેશભાઇ મુળજીભાઈ વગેરે ખેડૂત અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ડભોઇ તાલુકાના બાણજ ગ્રામ પંચાયતના ઉત્સાહી મહિલા સરપંચ મોનાબેન રાજેશભાઈ બારોટે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતો માટે લીધેલ આ નિર્ણય આવકારદાયક છે અને સરકાર ખેડૂતોના કલ્યાણ અર્થે વિવિધ આધુનિક પધ્ધતિઓ સાથેની યોજનાઓ અમલમાં મૂકી ખેત ઉત્પાદન વધે તે માટે તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકાર સહાયક બને છે. સરકારના આ આ કાર્યોને બાણજ ગ્રામ પંચાયત આવકારે છે અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. બાણજ ગામના સરપંચ મોનાબેન રાજેશભાઈ બારોટે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ સેવક દ્વારા જે માટીના નમૂના લેવાયા છે એ નમૂના પ્રુથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે ત્યારબાદ તેણા રીપોર્ટને આધારે ખેડૂતોને જમીનની માવજત અંગે જરૂરી ભલામણ કરવામાં આવશે. જેથી જમીનની તંદુરસ્તી જળવાઈ રહે અને ખેડૂતોને વધુ ઉત્પાદન મળે. આમ વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્રારા ખેડૂતોને સતત મદદરૂપ થવાના પ્રયત્નો હાલની સરકાર દ્વારા કરવામાં આવી રહયાં છે.

રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220514-WA0044.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!