મોરબી : સંસાર રામાયણ કથાનો બહોળી સંખ્યામાં શ્રવણનો લાભ લેતા ભાવીકો

મોરબી : સંસાર રામાયણ કથાનો બહોળી સંખ્યામાં શ્રવણનો લાભ લેતા ભાવીકો
Spread the love

ઉમિયા માનવ મંદિરના લાભાર્થે જ્ઞાન,દાન અને સન્માનની સરવાણી : દાતાઓ સાથે પત્રકારમિત્રોનું પૂજ્ય સતશ્રીના વરદ્દ હસ્તે સન્માન

મોરબી : મોરબી જિલ્લાના લજાઇ ગામે નિરાધાર લોકો માટે ઉમિયા માનવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેના લાભાર્થે સતશ્રીની સંસાર રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રોજ રાત્રે દાતાઓનું સન્માન કરવામાં આવે છે.તેમજ પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં પાટીદાર પરીવારમાં અંધ, અશક્ત, નિરાધાર 246 જેટલા વ્યક્તિઓ છે જેના જીવન નિર્વાહ માટે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માસિક એક હજાર રૂપિયા ઉપરાંત રાશન કીટ,કપડાં, દવા વગેરે અર્પણ કરવામાં આવે છે.એ રીતે જીવન નિર્વાહ કરવામાં આવે છે.પણ સ્વ.ઓ.આર.પટેલનું સ્વપ્ન હતું કે મોરબીમાં નિરાધાર જરૂરિયાત મંદો માટે એવું કંઈક નિર્માણ કરી જ્યાં આસરો મળી રહે એવું સ્થાપત્ય નિર્માણ કરવાનું બીડું પોપટભાઈ કગથરા પ્રમુખ, ગોપાલભાઈ ચારોલા,ઉપપ્રમુખ વગેરે ટ્રષ્ટીઓએ ઝડપ્યું અને લજાઈ પાસે ભીમનાથ મહાદેવની બાજુમાં 40 વિઘા જમીનમાં 80 રૂમ ધરાવતું અને 200 નિરાધાર લોકોનો સમાવેશ થઈ શકે એવું એ.સી.જેવી અદ્યતન સુવિધા ધરાવતું બાર કરોડની માતબર રકમના બજેટવાળું માનવ મંદિરનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે. ત્યારે માનવતાના આ મહાયજ્ઞમાં આર્થિક યોગદાન આપનાર પાંચ લાખથી ઉપર દાન આપનાર 125 જેટલા દાતા અને પચાસ હજારથી પાંચ લાખ સુધીનું દાન આપનાર 350 જેટલા દાતાઓના સન્માર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.21મીના રોજ સાંજે 6.30 વાગ્યે રવાપર ગામે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરેથી મુખ્ય પોથી સહિત 151 પોથી સાથે જાજરમાન પોથીયાત્રાની પધરામણી બાદ દરરોજ રાત્રે 8.30 વાગ્યે કથાના પ્રારંભે 10 થી 12 જેટલા દાતાઓનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવે છે.કથા વિરામના સમયે દરરોજ વક્તા સતશ્રી દ્વારા 51 હજારથી પાંચ લાખ સુધીના દાતાઓનું સન્માન કરવામાં આવે છે. તા.21 થી 31 સુધી અગિયાર દિવસ સુધી રાત્રે 8.30 થી 11.30 સુધી ચાલનાર સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ, રામ જન્મોત્સવ, શ્રવણ યાત્રા,સીતારામ વિવાહ,કેવટ પ્રસંગ,ભરત મિલાપ,શબરી પ્રસંગ, રામેશ્વર પૂજન, રામ રાજ્યાભિષેક વગેરે પ્રસંગો યોજવામાં આવે છે.એમ સમસ્ત મોરબી પંથકના લોકોને કથા શ્રવણનો લાભ લેવા હજારો લોકો પધારે છે અને કથાના તૃતીય દિવસે મોરબીના તમામ પત્રકાર બિરાદરોનું સ્વામીના હસ્તે ખેસ પહેરાવી સન્માન કરાયું હતું.

 

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220524-WA0095-1.jpg IMG-20220524-WA0097-2.jpg IMG-20220524-WA0096-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!