ગૃહમંત્રી અમિત શાહ શનિવારે દ્વારકાધીશના ચરણમાં
જામ ખંભાળિયા : કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે દેવભૂમિ દ્વારકાની ખાસ મુલાકાતે આવનાર છે. તેઓ મોજપ ખાતે પોલીસ કોસ્ટલ એકેડેમીની ખાસ મુલાકાત લેનાર છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આગામી શનિવાર તા. 28 મી ના રોજ સવારે અમદાવાદથી નીકળી વિમાનમાર્ગે સવારે 10:15 વાગ્યે જામનગર પહોંચશે. જ્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે 11 વાગ્યે દ્વારકા હેલીપેડ ખાતે પહોંચશે.
ત્યાંથી તેઓ સીધા દ્વારકાધીશ મંદિરે જશે અને 11:30 વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેશે. ત્યારબાદ બપોરે બાર વાગ્યે ગૃહ મંત્રી દ્વારકા નજીક આવેલા મોજપ ગામે સ્થિત પોલીસ કોસ્ટલ એકેડેમી ખાતે પહોંચશે. જ્યાં બપોરે સવા વાગ્યા સુધી જરૂરી સંવાદ કરશે. સવા વાગ્યે તેઓ દ્વારકાના હેલીપેડથી જામનગર તરફ જવા રવાના થશે અને બે વાગ્યે જામનગરથી નીકળ્યા બાદ અઢી વાગે અમદાવાદ પહોંચશે. બપોરે સાડા ત્રણ વાગ્યે તેઓ મહાત્મા ગાંધી મંદિરની મુલાકાત લેનાર હોવાનું જાણવા મળ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756