જામનગરનાં ૩૮ પોલીસોની આંતરિક બદલી કરતાં એસપી પ્રેમસુખ ડેલુ

• મોટાભાગના પોલીસ ‘ડી’ સ્ટાફના !
• એસપી પ્રેમસુખ ડેલુના ખાનગીરાહે સપાટાથી પોલીસબેડામાં ભારે ચકચાર: હજુ વધુ બદલીઓ થવાની સંભાવના
જામનગરમાં નવા આવેલા એસપી પ્રેમસુખ ડેલુએ પોલીસ વિભાગનો અભ્યાસ કરીને ૧ માસ બાદ પોલીસકર્મીઓની બદલીનો ઘાણવો કાઢતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. બદલીના આ લીથામાં ખાસ વાત તો એ છે કે, ડી-સ્ટાફના મોટાભાગના કર્મચારીઓને પોલીસ હેડ કવાર્ટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે.
જામનગર નવા એસપી પ્રેમસુખ ડેલુના આગમન બાદ તેઓ શાંતિથી અને ખાનગીરાહે કામ કરી રહ્યા છે. તેઓ દરેક પોલીસકર્મીઓ અને અધિકારીઓની કુંડળીઓ મેળવી તેના પર નજર રાખી રહ્યા છે. એક માસના તેમના અભ્યાસ બાદ પોલીસકર્મીઓની બદલીનો ઘાણવો કાઢતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. બદલીના આ લીથામાં ખાસ વાત તો એ છે કે, ડી-સ્ટાફના મોટાભાગના કર્મચારીઓને પોલીસ હેડ કવાર્ટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે.
જામનગર નવા એસપી પ્રેમસુખ ડેલુના આગમન બાદ તેઓ શાંતિથી અને ખાનગીરાહે કામ કરી રહ્યા છે. તેઓ દરેક પોલીસકર્મીઓ અને અધિકારીઓની કુંડળીઓ મેળવી તેના પર નજર રાખી રહ્યા છે. એક માસના તેમના અભ્યાસ બાદ તેમણે સૌપ્રથમ ૩૮ પોલીસકર્મીઓની બદલીનો પહેલો લીથો બહાર પાડતા પોતાના મૂડનો પરિચય આપ્યો છે. જેમાં ડી-સ્ટાફ તેમજ નામનાવાળા પોલીસકર્મીઓને હેડ કવાર્ટર મૂકી દીધા છે. સૂત્રો જણાવે છે કે, એસપી દ્વારા ખાનગીરાહે તમામ ડી-સ્ટાફ કર્મીઓની તપાસ ચલાવવામાં આવી હતી, જેના સામે પુરાવા મળ્યા છે તેમની બદલી કરવામાં આવી છે.
જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી ડી-સ્ટાફના કર્મચારીઓ તેમની નજરમાં હતા. થોડા દિવસ પહેલા જ તેઓ ડી-સ્ટાફના કર્મચારીઓને પરેડ કરાવી હતી તેમજ હેડ કવાર્ટર ખાતે તેમના કલાસ લીધા હતા જે પછી પણ કોઈ ફેરફાર ન જણાતા બદલીનું શસ્ત્ર ઉગામ્યું છે, જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવી પ્રબળ સંભાવનાના પગલે જિલ્લા પોલીસ તંત્રમાં અનેક અટકળો વહેતી થઈ છે.
રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756