ડભોઈ બદ્રીનારાયણ મંદિર ખાતે રથયાત્રા મહોત્સવ પૂર્વે મિટિંગ યોજાય

14મો રથયાત્રા મોહોત્સવ ને લઈ દર્ભાવતી ડભોઇ ના શ્રી બદ્રીનારાયન મંદિર માં મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા દર્ભાવતિ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા મિટિંગમાં હાજરી આપી હતી.
આગામી રથયાત્રા તા.01-7-22 ને શુક્રવારના રોજ ડભોઇ શ્રી બદ્રીનારાયણ મંદિર થી નીકળનાર હોય જેની તૈયારીઓના ભાગરૂપે દર્ભાવતિ ડભોઇ નગર ની શાન અને બાન જેવી રથયાત્રા નીકળે અને પ્રતિ વર્ષની જેમ ઉજવવા માટેના આયોજન ની ચર્ચા વિચારણા કરવા માટે સ્વામીજી 1008 સુદર્શનાચાર્યજી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત પુરાણી સ્વામી ની અધ્યક્ષતા માં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ૧૪મા વર્ષ રથયાત્રા મહોત્સવ ધામધૂમથી ઉજવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કાજલબેન, પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ,બ્રહ્મકુમારી જી, સુભાષભાઈ ભોજવાણી, મહિલા મોરચા પ્રમુખ સુકીર્તિબેન સહિત શ્રી બદ્રીનારાયણ મંદિર ટ્રસ્ટીઓ તેમજ સેવકો,ભક્તો,મહિલા કમિટીની બહેનો,સલાહકાર સમિતિના સભ્યો,મહિલા કમિટી ની બહેનો, તમામ ગણેશ મંડળો, જુદા જુદા ધાર્મિક સંસ્થાના વડાઓ,વિવિધ હિન્દુ સંગઠનના હોદ્દેદારો તેમજ અનેક સંગઠનો હોદ્દેદારો મિટિંગ માં હાજર રહ્યા હતા.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756