વડિયા મા ચા ની ચુસ્કી સાથે ચાઇ પે ચર્ચા કરતા પૂર્વ કેબિનેટ મંત્રી આર સી ફળદુ

વડિયા મા ચા ની ચુસ્કી સાથે ચાઇ પે ચર્ચા કરતા પૂર્વ કેબિનેટ મંત્રી આર સી ફળદુ
બસસ્ટેન્ડ પાસે ચા ની કીટલી એ હોદેદારો, કાર્યકર્તા સાથે કરાઈ ચર્ચા
વડિયા
સમગ્ર ગુજરાતમા હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા 182વિધાનસભા સીટ પર જુદા જુદા હોદેદારો ને આગામી વિધાનસભા ચૂંટણી 2022ના અનુંસંધાન મા સીટ ની તાસીર જાણવા માટે ત્રણ દિવસ માટે નિરીક્ષકો ની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમ અને મિટિંગો દરેક સીટ મા યોજવામાં આવી રહી છે. અમરેલી વિધાનસભા સીટ ની જવાબદારી પૂર્વ કેબિનેટ મંત્રી આર સી ફાળદુ ને સોપાવામાં આવતા તે આ વિધાનસભા ના ગ્રામીણ પ્રવાસ અને મુલાકાત મા વડિયા સ્થિત પાંચ વાગ્યે બસસ્ટેન્ડ પાસે આવેલી જગાભાઈ ભરવાડ ની ચા ની કીટલી પર ચા ની ચુસ્કી સાથે ચાઇ પે ચર્ચા કાર્યક્રમ યોજ્યો હતો અને સ્થાનિક કાર્યકર્તા સાથે વર્તમાન સ્થિતિ અને આગામી ચૂંટણી ને અનુલક્ષી ને ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમા પૂર્વ કેબિનેટ મંત્રી અને અમરેલી વિધાનસભા સીટ ના નિરીક્ષક આર સી ફળદુ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જલ્પેશ મોવલિયા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ વસંત સોરઠીયા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ જયસુખ ભુવા, કારોબારી ચેરમેન પીવી વસાણી,સદસ્ય પરોત્તમ હીરાપરા,તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્મર,તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા ના ભરત ચુડાસમા, મીડિયા સેલ કન્વીનર કિરીટ જોટવા,યુવા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ બોરીચા, યુવા કારોબારી સભ્ય તુષાર વેગડ,તુષાર ગણાત્રા, લાલજી વાવલિયા, જીગર સેજપાલ, માલધારી સેલ ના જગાભાઈ ભરવાડ સહીત મોટી સંખ્યામાં હોદેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહી ચા ની ચુસ્કી સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરવામાં આવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756