ચાણોદ ગ્રામપંચાયત ના તલાટી અનિયમિત રહેતા સભ્યો દ્વારા ગ્રામપંચાયત ને તાળાબંધી

ચાણોદ ગ્રામપંચાયત ના તલાટી અનિયમિત રહેતા સભ્યો દ્વારા ગ્રામપંચાયત ને તાળાબંધી
ડભોઇ તાલુકા ના યાત્રાધામ ચાણોદ ખાતે પંચાયત સભ્યો તેમજ સરપંચ દ્વારા ગ્રામપંચાયત ને તાળા બંધી કરી હોબાળો મચાવ્યો હતો.ચાણોદ ગ્રામપંચાયત માં 6 મહિના થી તલાટી અનિયમિત રહેતા વિકાસ ના કામો ના થતા હોવાની બુમો ઉઠવા પામી હતી.સાથે તલાટી ની ગેરહાજરી ના કારણે કામકાજ માં વિલંબ થતા પંચાયત ના સભ્યો રોષે ભરાયા હતા.જેને લઈ અનેક વખત તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત કરવામાં આવી હતી.છતાં કોઈ નિરાકરણ ન આવતા આજરોજ પંચાયત ના સભ્યો તેમજ સરપંચ દ્વારા ગ્રામપંચાયત ને તાળાબંધી કરી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.નોકરી સમયે ગેરહાજર રહેતા તલાટી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થશે કે કેમ એ તો આવનાર સમય જ બતાવશે.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756