મોરબીમાં મંજુર થયેલ વિવિધ રસ્તા અને ઓવરબ્રીજના કામો તાત્કાલિક શરૂ કરવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી પંથકમાં દિવસે ને દિવસે ટ્રાફિક અજગરી ભરડો લઈ રહો છે. તેમાંય તુટેલા અને ગાબડા વાળા રોડ-રસ્તાને કારણે અકસ્માત નું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહા છે.જેમાં અનેક લોકો પોતાના સ્વજનો ગુમાવી રહા છે.છતાં નિર્ભર તંત્ર ને કાંઈ પડી જ ન હોય તેમ રોડ-રસ્તા,અને ઓવરબ્રિજ મંજુર કરી દીધાને ખાસો સમય વિતવા છતાં ચાલું કામો સમય મર્યાદામાં પુરા કરાવી શકાયા નથી. રોડ-રસ્તાની સમસ્યાને લીધે અવારનવાર જીવલેણ અકસ્માતો થાય છે. મોરબી જિલ્લામાં વિવિધ મંજુર થયેલ ઓવરબ્રિજ તેમજ ફોરલેન રસ્તા બનાવવાનું કામ શરુ કરાવાની માંગ સાથે ટંકારાના સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
ટંકારાના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા જણાવ્યું છે કે મોરબી હળવદ રોડ, મોરબી નવલખી ફોરલેન રોડ, મોરબી જેતપર રોડ ફોરલેનનું કામ સાથે મહેન્દ્રનગર ઓવરબ્રીજનું કામ વહેલી તકે કામ શરૂ થાય જેથી બનતા અકસ્માતના બનાવોમાં ઘટાડો આવી શકે તેમ છે. લોકોને પોતાના સ્વજનોને ગુમાવા નો પડે તેથી લેખિત અરજી સાથે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756