જામનગર પંથકમાં ઈંગ્લીશ દારૂ ઝડપાયો

દારૂના ૨ દરોડામાં ૩૧૯ બોટલ ઝડપાઈ
જામનગરમાં એક રહેણાંક મકાનમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડી અંગ્રેજી દારૂની ૧૮૮ બોટલ અને ૭૫ નંગ ચપલા પકડી પાડયા હતા જયારે આરોપી ઘરે હાજર ન હોવાનું દર્શાવી તેને ફરાર જાહેર કરાયો હતો. આ અંગેની વિગત એવી છે કે, જામનગરમાં વિશાલ હોટલ પાછળ ધનંજય પાર્ક શેરી નં.૩માં રહેતા ભરતસિંહ દેવુભા જાડેજાના મકાનમાં અંગ્રેજી દારૂ હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં રહેણાંક મકાનમાંથી અંગ્રેજી દારૂની આખી ૧૮૮ બોટલ તેમજ ૭૫ નંગ ચપલા મળી આવતા રૂા.૧,૦૧,૫૦૦નો આ જથ્થો કબ્જે કરાયો હતો. પરંતુ દારૂ રાખનાર આરોપી ભરતસિંહ જાડેજા હાજર ન મળતા ફરારી જાહેર કર્યો હતો.
બીજા દરોડામાં ખોડીયાર કોલોની નજીક આવેલ ન્યુ.આરામ કોલોની શેરી નં.૨માં રહેતા શકિતસિંહ નવલસિંહ પરમારના મકાને દરોડો પાડયો હતો. આ દરોડામાં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની ૫૧ બોટલ મળી આવતા કબ્જે કરી હતી. આ કેસમાં પણ આરોપી શકિતસિંહ ઘરે હાજર ન હોવાનું જાહેર કરી ફરારી દર્શાવાયો છે. પોલીસે જુદા જુદા દારૂના દરોડા સંદર્ભે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુના નોંધી આરોપીઓને પકડી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756