જામનગરમાં જર્જરિત ઈમારતો ના રહીશોને સલામત સ્ટેજે લઈ જવા સૂચના અપાય

જામનગરમાં જર્જરિત ઈમારતો ના રહીશોને સલામત સ્ટેજે લઈ જવા સૂચના અપાય
Spread the love

• જાનહાની થશે તો અમારી જવાબદારી નહીં
• આસામીઓએ પ્રમાણપત્ર ટીપીઓ શાખામાં રજૂ કરવાનું રહેશે

જામનગરમાં મહાનગરપાલિકાએ તમામ ભયજનક ઈમારતોનો પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ભયજનક ઈમારતો કે ઈમારતોનો ભાગ જે-તે આસામી અથવા વપરાશકર્તાઓને સેઈફ સ્ટેજે લઈ જવા મનપાએ તાકીદ કરી છે.

ભયજનક ઇમારતોના આસામીઓએ તાત્કાલિક ધોરણે મિલકતને સેઈફ સ્ટેજે લાવી મહાનગરપાલિકાના માન્ય સ્ટ્રક્ચર એન્જિનિયર પાસેથી સ્ટેબિલિટી અંગેનું સર્ટી. મેળવી ટીપીઓ શાખામાં રજૂ કરવાનું રહેશે. અન્યથા કુદરતી હોનારત, વરસાદ આકસ્મિક બનાવો, આગ લાગવાની ઘટના કે અન્ય કોઈ પરિસ્થિતિના કારણે જાનહાની થશે તો તેની જવાબદારી જે-તે ઈમારતમાં ભોગવટો કરનાર, આસામી, માલિકની રહેશે.

ખાસ કરીને ગઢની રાંગની અંદરના વિસ્તારોમાં સતત બાંધકામોમાં કોઈપણ આંતરિક ફેરફારો કરતા પહેલા રજિસ્ટર્ડ એન્જિ.ની સલાહ તથા માર્ગદર્શન મેળવી લઈ તેમના સુપરવીઝન હેઠળના આવા કામો હાથ ધરવા તેમજ રીનોવેશન/રીપેરીંગ કામ ઉપરાંત કોઈપણ બાંધકામ સુપર ફ્લોર કરતા સમયે હૈયાત બાંધકામની યોગ્ય સ્ટ્રક્ચરલી ચકાસણી કરાવ્યા પછી ધોરણસરની વિકાસ પરવાનગી મેળવી મહાનગરપાલિકાના રજિસ્ટર્ડ એન્જિ.ની સલાહ તેમજ સુપરવિઝન હેઠળ જ આવા કામો કરવા સૂચના આપવામાં આવી છે. જર્જરીત ઇમારતો હોય તો જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

DSC_04061.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!