ધરતી પુત્રોએ હરખની લાગણી સાથે વાવણીનો પ્રારંભ કર્યો

· ખંભાળિયા, ભાણવડના અમૂક ગ્રામ્ય પંથકમાં ધીંગેા વરસાદ વરસ્યો
ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં સહિત જિલ્લામાં કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. ખંભાળીયાના સોનારડી, બજાણ, બેહ, બેરાજા, ભાડથર, સોડસલા,હરીપર, વીસોત્રી ગામોમાં સારેા વરસાદ થયો હતો, હંજડાપર અને ગોલણ શેરડીના ગામોમાં ધોધમાર વરસાદ થતા નદી નાળા મા પૂર પણ આવ્યા હતા તેમજ કલ્યાણપુર તાલુકાના રાણ-લિબંડી, માળી સહિતના ગામોમાં કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો.
ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરીને બળદોને કુમકુમ તિલક અને મોં મીઠા કરાવી હરખની લાગણી સાથે ચોમાસુ પાકની વાવણીના શ્રી ગણેશ કર્યા હતા. મગળવારે સવારથી જ ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરીને બળદોને કુમકુમ તિલક અને મોં મીઠા કરાવી શુભ ચોઘડીએ હરખની લાગણી સાથે ચોમાસુ પાકની વાવણીના શ્રી ગણેશ કર્યા હતા અને સવારથી જ ખેડૂતો પોતાના ખેતરમાં પહોંચી વાવણીના કામમાં જોડાઈ ગયા હતા. આગામી દિવસોમાં વાવણી લાયક વરસાદ થવાના વરતારાના કારણે ખેડૂતોએ જે વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે ત્યાં કપાસ મગફળીના વાવેતર કરવાનું શરૂ કર્યું હતું.
રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756