ડીસા નાં આખોલ ગામે કામો નું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા યોજનાના કામોનું નિરીક્ષણ કર્યુ
રૂ.૫૫૯.૫૭ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ જુથ પાણી પુરવઠા યોજનાથી ડીસા, લાખણી અને અમીરગઢ તાલુકાના ૧૫૬ ગામોના ૮ લાખ લોકોને પીવાના પાણીનો લાભ મળશે
મુખ્યમંત્રીશ્રીએ ડીસા સીવીલ હોસ્પિટલની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી
બનાસકાંઠા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ ડીસા તાલુકાના આખોલ ખાતે પ્રગતિશીલ પાણી પુરવઠા યોજનાના કામોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ સ્પોર્ટસ કલબ અને ડીસા સીવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગની ૫૦ એમ.એલ.ડી. જળ શુદ્ધિકરણ પ્લાન્ટની સાઈટની મુલાકાત કરી અધિકારીઓ પાસેથી યોજનાની વિગતો જાણી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ.૫૫૯.૫૭ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ જુથ પાણી પુરવઠા યોજના મુખ્ય હેડ વર્કસથી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ૫૧ ગામો, લાખણી તાલુકાના ૩૭ ગામો અને અમીરગઢ તાલુકાના ૬૮ ગામો મળી કુલ ૧૫૬ ગામોના ૮ લાખ લોકોને પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. સરળ અને મૃદુ સ્વભાવના મુખ્યમંત્રીશ્રીએ આખોલ હેડ વર્કસના શ્રમજીવી મહિલાઓ અને પુરુષ કામદારો સાથે ફોટો પડાવી તેમની કોમન મેન (સી.એમ) હોવાની છબી ઉજાગર કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ડીસા સ્પોર્ટસ ક્લબની શુભેચ્છા મુલાકાત લઇ રમત-ગમતની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી ખેલાડીઓ સાથે બેડમિન્ટન રમવાનો આનંદ માણ્યૉ હતો. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ ડીસા સીવીલ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટર, ન્યુ બોર્ન બેબી વોર્ડ, બાળકોનો વોર્ડ, મેટરનીટી વોર્ડની મુલાકાત કરી માતૃશક્તિ પોષણ કીટનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીની ૬૯ મી પુણ્યતિથિ નિમિત્તે તેમની છબીને પુષ્પાંજલિ આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીની મુલાકાત પ્રસંગે ડીસાના ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, ડીસા નગરપાલિકા પ્રમુખશ્રી રાજુભાઇ ઠક્કર, એપીએમસી ડીસાના ચેરમેનશ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા પોલીસ વડાશ્રી અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે સહિત પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756