યુપી સરકારની કામગીરીના વિરોધમાં મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન ઉથલાવવા પ્રયાસ કરનાર બે ઝડપાયા

યુપી સરકારની કામગીરીના વિરોધમાં મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન ઉથલાવવા પ્રયાસ કરનાર બે ઝડપાયા
Spread the love

મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન ઉથલાવવા કેટલાક શખ્સોએ મકનસર – વાંકાનેર રેલ્વે સ્ટેશન વચ્ચે બેલા પાથરી ટ્રેન ઉથલાવવા પ્રયાસ કર્યો હતો જોકે રેલ્વે વિભાગના કર્મચારીઓની સતર્કતાને પગલે ટ્રેન પલટી મારે તે પહેલા રોકી દેવતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી

આ અંગે મળતી મુંજબ ગતતા:- 16 ના રાત્રીના રાતે દોઢ વાગ્યાના અરસામા વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સર્વિસ માટે મોરબી આવી હતી. બાદમાં મોડી રાત્રીના અરસામાં ડેમુ ટ્રેનની સર્વિસ થઇ જતા મુસાફર વગરની ખાલી ડેમુ ટ્રેનને વાંકાનેરથી મોરબી આવતી ટ્રેનને વાંકાનેર ઓવરબ્રીજ થી ૧૦૦  મીટર મકનસર ગામ નજીક ટ્રેનના
રેલવે ટ્રેક પ૨ ઇંટોના ટુકડાઓનો મોટો જથ્થો મૂકી અજાણ્યા શખ્સોએ ડેમુ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી રેલ્વેને ઈજનેર સુરેશકુમાર રામ શબ્દ ગૌતમે રેલ્વે પોલીસ મથક રાજકોટમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે રેલ્વે પોલીસ મથકના પી આઈ એન કે વ્યાસ અને તેમની ટીમ દ્વારા આરોપીઓને શોધવા પ્રયાસ કર્યા હતા દરમિયાન આ આરોપીઓ વાંકાનેરના હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમી આધારે પોલીસે તપાસ કરી હતી અને વાંકાનેરના અકબર ઉર્ફે હક્કો દાઉદ મોવર રહે મીલ પ્લોટ,વાંકાનેર અને લક્ષ્મણ મગન ઈશોરા ચંદ્રપુર વાંકાનેર વાળા ને રેલવે પોલીસે ઝડપી લીધા હતા
પોલીસે બન્ને શખ્સની વિધિવત અટકાયત કરી શા માટે ટ્રેન ઉથલાવવા માગતા તેની સાથે બીજા કોઈ લોકો સામેલ હતા કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી ઝડપાયેલ આરોપીઓ પૈકી અકબર ઉરફે હક્કો યુપીમાં યોગી સરકાર દ્વાર જે રીતે ગેરકાયદેબાંધકામ પર બુલડોઝર કાર્યવાહી કરી રહ્યા છે તેનાથી નારાજ હોય અને વાંકાનેરના લક્ષ્મણને પૈસા આપી આ ટ્રેક ઉથલાવવા પ્રયાસ કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે જોકે આ અંગે સતાવાર પોલીસ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

19-27-31-Picsart_22-06-13_15-47-47-050-1732x1155-866x578-1-1.jpg IMG-20220624-WA0036-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!