મોરબીમાં અગ્રિપંથ યોજનાના વિરોધમાં આવતીકાલે ધરણાં પ્રદર્શન

મોરબી : દેશના યુવાનો અને આર્મીનાં જવાનોની શોષણકારી યોજના અગ્નિપથનાં વિરોધમાં આવતીકાલે મોરબી NSUI દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવશે.
મોરબી જીલ્લા એનએસયુઆઇ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ યુવાનોનાં ભવિષ્ય સાથે ચેડા સમાન દેશની સુરક્ષા જેવી ગંભીર બાબતમાં કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ નામની યોજના અમલી બનાવવામાં આવી છે તેનો દેશભરમાં હાલમાં વિરોધ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ યુવાનોનું શોષણ કરવાનું સપનું જોઈરહી છે તે ક્યારેય પૂરું નહિ થવા દઈએ. વધુમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં મોરબી ખાતે આવતીકાલે તા.30ના રોજ સવારે 10 કલાકે નહેરૂગેટ ખાતે ધરણા તેમજ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખેલ છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756