મોરબી નજીક બે દિવસ પૂર્વે મળેલ મહિલાની લાશમાં હત્યા થયાનું બહાર આવ્યું

અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ ફોરેન્સિક પીએમમાં હત્યા થયાનું ખુલ્યું : પોલીસ ફરિયાદી બની
મોરબી : મોરબીના હરિપર કેરાળા નજીક બે દિવસ પૂર્વે કેનાલમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતા મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના હરિપર કેરાળા નજીક કેનાલમાંથી તા.29ના રોજ અંદાજે 25થી 30 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી મહિલાની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. દરમિયાન ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી જતા અજાણી મહિલાને માથાના પાછળના ભાગે બોથળ પદાર્થથી મારી, ગળુ દબાવી ગળાના નઢીયાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી ઇજા કરતા મોત નિપજયું હોવાનું સ્પષ્ટ બનતા હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના પીએઆઈ વી.બી.પીઠીયા સરકાર તરફ ફરિયાદી બની અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ આઈપીસી કલમ 302 તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756