મોરબી પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

મોરબી પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
Spread the love

સમાજના 80 થી વધુ વિદ્યાર્થીઓ અને સમાજના 25 જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરાશે : વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા આયોજન

મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન આવતી કાલ તા. 02 ને શનિવારે કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓની સાથે સમાજના મેડિકલ ક્ષેત્રના કોરોના વોરિયર્સ નું પણ સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

મોરબીમાં છેલ્લા 10 થી વધુ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતું વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા આવતી કાલે તા. 2 ને શનિવારે સાંજે 7.30 કલાકે ભાવની પાર્ટી પ્લોટ, રચના સોસાયટી પાછળ શોભેશ્વર રોડ મોરબી -2 ખાતે ” વંદન, અભિનંદન – કોરોના વોરિયર્સ” , નામનો વિદ્યાર્થી સન્માન સમારોહ -2022 યોજાશે જેમાં સમાજના ધો. 1 થી કોલેજ સુધીના 80 થી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ તેમજ રોપા આપી સન્માનિત કરવામાં આવશે તેમજ કોરોના કાળમાં પોતાના જીવ ની પણ પરવાહ કર્યા વગર સેવા કરનાર સમાજના મેડિકલ ક્ષેત્રના ડોકટર, નર્સિંગ સ્ટાફ સહિતના કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા લોક ગીત, નાટક સહિતના જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. આ ઉપરાંત અત્યારે વધતા જતા સાયબર ક્રાઇમના બનાવોથી બચવા અંગેનું પણ મોરબી પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મોરબી-થાન – વાંકાનેર – રાજકોટ સહિતના ગામોથી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220701-WA0032.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!