ડભોઇ તાલુકા ના વઢવાણા ગામે વીજળી પડતા બે મજૂરોના ઘટનાસ્થળે મોત

ડભોઇ તાલુકા ના વઢવાણા ગામે વીજળી પડતા બે મજૂરોના ઘટનાસ્થળે મોત
Spread the love

ડભોઇ માં છેલ્લા ચાર દિવસ થી વરસાદી માહોલ છવાયો છે.ત્યારે આજરોજ બપોરે બાદ એકાએક ભારે પવન તેમજ વીજળી ના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.તેમજ નીચાંણ વાળા વિસ્તાર માં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે ડભોઇ તાલુકા ના વઢવાણા ખાતે ચાલુ વરસાદે લીમડા ના ઝાડ નીચે બે મજૂરો બેઠા હતા દરમિયાન એકાએક વીજળી પડતા ઝાડ નીચે બેઠેલા બે મજૂરો નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.બનાવ ની જાણ થતાં ઘટના સ્થળે તાત્કાલિક ગ્રામજનો દોડી આવ્યા હતા.વીજળી પડતા મૃત્યુ પામનાર બન્ને વ્યક્તિઓ સંખેડા તાલુકા ના હતા અને ખેતર માં રોપણી કરવા મજૂરી કામ અર્થે વઢવાણા ગામે આવ્યા હતા. ચાલુ વરસાદ માં કામ કરતા મજૂરો ને ઠંડી લાગતા નજીક માં આવેલ લીમડા ના ઝાડ નીચે બેઠા હતા.ત્યાં અચાનક જ વીજળી પડતા બંને મજૂરો ને કાળ ભરખી ગયો હતો.જાણવા મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર મજૂરો ના નામ પુનભાઈ તડવી ઉમર 50 વર્ષ તેમજ કનુભાઈ પરમાર ઉંમર 55 વર્ષ જેઓ સંખેડા તાલુકા ના કન્ટેશ્વર ના રહેવાસી હતા.બનાવ ની જાણ વઢવાણા ના સરપંચ પિંકલ પટેલ દ્વારા પોલીસ ને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકો ડેડ બોડી ને નજીક માં આવેલ ડભોઇ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220522-WA0001 1657372545410-01.jpeg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!