મોરબી નજીક હજનાળી પાસે બેઠાપુલ ઉપર પાણીનો પ્રવાહ વધતા વાહન વ્યહવાર ઠપ્પ

મોરબી :મોરબી માળીયા વિસ્તારમાં આજે સવારથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મોરબી નજીક હજનાળી પાસે બેઠાપુલ ઉપર પાણીનો પ્રવાહ વધતા વાહન વ્યહવાર ઠપ્પ થઈ ગયો છે અને પોલીસે હાલ વાહનોને પીપળીયા તરફ અટકાવી ટંકારા બાજુ ડાઈવર્ટ કર્યા છે.
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મોરબી નજીક પીપળીયા ચાર રસ્તાથી જામનગર તરફના નેશનલ હાઇવે ઉપર હાલ ફોરલેનનું કામ ચાલી રહ્યું છે. આ ફોરલેનના કામ માટે મોરબીના હજનાળી પાટિયા પાસે પુલ બનાવ્યો હોય આ બેઠાપુલ નીચે ડાઈવર્ઝન કઢાવવા આવ્યું છે. ત્યારે આજે વરસાદને પગલે આ બેઠાપુલ ઉપરથી પાણી વહેવા લાગતા બેઠોપુલ ધોવાઈ ગયો છે આથી વાહન વ્યહવાર અટકી ગયો છે. પોલીસે પણ સાવચેતીના ભાગ રૂપે પીપળીયા ચાર રસ્તેથી જામનગર તરફ જતા વાહનોને અટકાવી એ વાહનોને ટંકારા તરફ ડાઈવર્ટ કર્યા છે.આ રસ્તો બંધ થતાં લોકોને 30-40 કિમિ ફરી ફરીને જવું પડે છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756