મોરબીના સુ પ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

સત્સંગ, કુમારિકા પૂજન,વ્યાસ પૂજન,પુસ્તક વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા
મોરબી જિલ્લા ઘણા દેવસ્થાનોમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટાભાગ ના દેવસ્થાનોમાં ગુરૂપૂર્ણિમાની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાં ના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભાવેશ્વરી માતાજી ના શિષ્ય રત્નેશ્વરીબેન દ્વારા સત્સંગ, કુમારિકા પૂજન,વ્યાસ પૂજન,પુસ્તક વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે મોરબી-માળીયાના ઘારાસભ્ય અને પંચાયતમંત્રી બ્રિજેશભાઈ મેરજા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા બી ડીવીઝન પીઆઈ પી.કે. દેકાવાડીયા, મોરબી તાલુકા પીઆઈ વિરલ પટેલ, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરા મોરબી નગરપાલિકા ના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કાઉન્સિલર સુરેશભાઈ સિહરોયા, સહિતના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ મહેન્દ્રનગર તેમજ આજુબાજુ ગામના સ્થળેથી મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા અને તમામે મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યકમને સફળ બનાવવા દિલીપભાઈ, દેવકરણભાઈ,કેશુભાઈ,રામજીભાઈ
મહાદેવભાઈ, રૂગનાથભાઈ,ત્રિભોવનભાઈ સહિતના મહેન્દ્ર નગર ના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. તેવું મુકેશ ભગતે યાદીમાં જણાવ્યુ છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756