ડભોઇ તાલુકા ના છત્રાલ ગામ ના મુખ્ય રસ્તાઓ પર ખાડા પડતા ગ્રામજનો ને હાલાકી

ડભોઇ તાલુકાના છત્રાલ ગામે મુખ્ય રસ્તા પર ખાડા પડવાથી અને પાણી ભરાવાથી ગામનાં લોકો તથા આજુબાજુના રહીશો હાલાકી ભોગવવી રહ્યા છે.છત્રાલ ગામના મુખ્ય માર્ગ પર કાયમી પાણી ભરાય રહેવાના કારણે ગામની પ્રાથમિક શાળામાં જતા નાનાં બાળકો ગામના રહીશો તથા આજુબાજુના રહીશો આ ગંદા દુષીત પાણી માથી પ્રસાર થવુ પડે છે.મુખ્ય માર્ગ પર ગંદા દુષીત પાણી માથી અનેક વાહનો પણ અવર જવરના કારણે ગણું દુર્ગંધ મારે છે.આ દુર્ગંધ કાદવ કીચડ ના કારણે મચ્છરનો ઉપદ્રવ તથા ગંદા દુષીત પાણી કાદવ કીચડ ના લીધે આજુબાજુના રહીશો ગણા સમય થી ત્રાહીમામ પોકારી ઊઠયા છે. આ ગંદકી ના કારણે રોગચાળો મચ્છર નો ઉપદ્રવ તથા ગંદા પાણી માથી પસાર થવા મજબૂર ગામના લોકો ને પગ મા કોવારો તથા રોગ ચારો ફાટી નીકળવાની દહેશત વચ્ચે રહીશો હાલાકી ભોગવી રહ્યા છે.પંચાયત સરપંચ તલાટી ને વારંવાર ગંદા દુષીત પાણી નિકાલ માટે ગામ લોકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં પણ પંચાયત તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ગામ ના મુખ્ય રસ્તાઓ પર ગંદકી વકરતા ગ્રામજનો માં રોષ ફાટી નીકળ્યો છે. તેમજ પંચાયત સરપંચ, તલાટી, રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યા છે નું ગ્રામજનો દ્વારા આકરા શબ્દો માં ગુસ્સો પ્રગટ કરવામાં આવ્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756