પ્લાસ્ટિક નો મર્યાદિત ઉપયોગ વિશે જાગૃતિ અનેં પ્લાસ્ટિક રિસાયકીલન્ગ શરૂ કર્યો.

હાલોલ તાલુકાના ગામોમાં કોપોરેટ જવાબદારીના ભાગરૂપે સન ફાર્મા કમ્પની શિક્ષણ આરોગ્ય ગ્રામીણ વિકાસ પર્યાવરણને લગતા વિકાસ કર્યો કરી રહી છે. લોકોને પ્લાસ્ટિકના માર્યાદિત ઉપયોગ વિશે જાગૃત કરવા માટે સન ફાર્મા એ પ્રોજેક્ટ કર્તવ્ય -ઈકો ફ્રેન્ડલી પહેલ શરૂ કરેલ છે. આ કાર્યક્રમ હાલોલ બ્લોકના 11ગામોમાં આખુ વર્ષ ચાલશે. આ પ્રોજેક્ટ હેઠળ પ્લાસ્ટિક એકત્ર કરીને રિસાયકલ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ગામડાઓમાંથી પ્લાસ્ટિકની અસર વિશે પણ જાગૃત કરાશે. આ પ્રોજેક્ટ NGO પાર્ટનર વડોદરા એજ્યુકેશન ટ્રસ્ટ ની મદદથી અમલમાં મુકવામાં આવશે. આ કાર્યક્મ અંતર્ગત ટીમ્બી, અભેટવા, જેપુરા, તરખન્ડા, ઈટવાડી, વિઠ્ઠલપુરા, ચાપાંનેર તલાવડી, કડાચલા, રવલિયા અનેં વિટોજ ગામોની સરકારી પ્રાથમિક શાળાઓ સક્રિય ભાગીદાર બનશે અનેં બાળકોને ઈકો ચેમ્પિયન બનાવવામાં આવશે.આ પ્રસંગે માનનીય પૂર્વ મંત્રી અનેં ધારાસભ્ય શ્રી જયદ્વથ સિંહજી પરમાર, પંચમહાલ જિલ્લાના GPCB RO શ્રી જે. એમ. મહિડા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ચાવડા, ટીમ્બીના સરપંચ અનેં ભાજપ પંચમહાલ મંત્રી શ્રી અરવિંદભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં. સન ફાર્મા કંપની તરફથી બ્રજેશ ચૌધરી, ભ્રદેશ પટેલ, હેતલ પાઠક અનેં પ્રતીક પંડ્યા ઉપસ્થિત રહ્યા હતાં. વડોદરા એજ્યુકેશન ટ્રસ્ટ ના મનીષ કોઠારી અનેં નિહાર અગ્રવાલ પણ હાજર રહ્યા હતાં.
રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756