અમરેલી જિલ્લા ના પ્રવાસે પધારેલા ગુજરાત પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી

અમરેલી જિલ્લા ના પ્રવાસે પધારેલા ગુજરાત પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ
પ્રદેશ અનુ.જાતિ મોરચાની સુચનાથી અમરેલી જિલ્લા મોરચાના માર્ગદર્શન હેઠળ અમરેલી શહેર ભાજપ અનુ.જાતિ મોરચાની ટીમ દ્વારા સુંદર આયોજન
કાર્યકર્તા ઓના ધરે ધરે મુલાકાત, પ્રાથમિક સદસ્યતા અભિયાન, પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ, આશ્રમશાળા મુલાકાત,મંદિર મુલાકાત,જીલ્લાના હોદ્દેદારો સાથે કારોબારી મીટીંગ, હોદ્દેદારો દ્વારા સન્માન અને સ્વાગત જેવા કાર્યક્રમો યોજાયા
ગુજરાત ના તમામ જીલ્લાના પ્રવાસે કર્યા બાદ આજરોજ તા.૦૬/૦૮/૨૨ શનિવારે અમરેલી જિલ્લા ના પ્રવાસે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ અનુ જાતિ મોરચાના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય *ડૉ પ્રદ્યુમન વાજા સાહેબ* નું સ્વાગત અમરેલી શહેર મોરચા ની ટીમ દ્વારા ચિતલ રોડ ડો બાબા સાહેબ આંબેડકર સમાજ વાડી ખાતે નાની બાળાઓ દ્વારા સામૈયું અને કંકુ તિલક કરી ને કરેલ હતું આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ ના યશસ્વી જીલ્લા પ્રમુખ આદરણીય કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિત માં કરવામાં આવ્યું હતું, આ તકે અમરેલી જિલ્લા ભાજપ અનુ જાતિ મોરચાના પ્રમુખશ્રી કેશુભાઇ વાધેલા, પ્રદેશ ભાજપ ના સોશ્યલ મીડિયા ના શૈલેષ ભાઈ પરમાર,મહામંત્રી શ્રી સંદિપ ભાઈ સોલંકી, વાલજીભાઈ વિંઝુડા, શહેર ભાજપ ના મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયા,શહેર ભાજપ અનુ જાતિ મોરચાના પ્રમુખ હિતેષભાઇ સેજુ મહામંત્રી હીરાભાઈ મકવાણા, જીલ્લા પંચાયત ના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મુકેશ ભાઈ બગડા, તાલુકા પંચાયત ના સભ્ય પ્રવિણભાઇ ચાવડા, જીલ્લા ભાજપ ના મંત્રી શ્રી પારુલબેન દાફડા, મંત્રી મનોજભાઈ મહિડા,કા.સભ્ય જીતુભાઈ બથવાર, આઈ ટી સેલ ના ઇન્ચાર્જ જીજ્ઞેશ દાફડા, શિક્ષક મંડળ ના રજનીકાંત ભાઈ મકવાણા, મંત્રી લક્ષ્મણભાઈ બગડા, કાળુભાઇ પરમાર, મધુભાઈ ચાવડા, ચેતનભાઈ દાફડા,વાધજીભાઈ જોગદિયા, એડવોકેટ પરેશ ભાઈ દાફડા,લીગલ સેલ ના એડવોકેટ રીપલભાઈ હૈલેયા, હરેશભાઈ સેજું, કલ્પેશભાઈ દાફડા , પ્રવિણભાઇ મકવાણા, હિતેશભાઈ પરમાર,રોહિત ભાઈ હૈલેયા, હિંમતભાઈ દાફડા, નરેશભાઈ ભાસ્કર, અજયભાઈ ટીબાણીયા, હરજીવનભાઈ દાફડા, નિલેશભાઈ પરમાર સહિત તમામ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને અમરેલી શહેર ની સવોદય સોસાયટીસિધ્ધાર્થ નગર,વેસ્ટર્ન પાર્ક સોસાયટી ના રહેવાસીઓ ના ધર ધર જન જન સુધી ઢોલ નગારા સાથે લોકો ને મુલાકાત કરેલ હતી અને પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત લોકો ને મિસ્ડ કોલ આપીને પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્યો બનાવ્યા હતા આ કાર્યક્રમમાં અમરેલી શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી ને કાર્યક્રમ ને સફળ બનાવી હતો ત્યારે બાદ બાંભણીયા મુકામે સર્વોદય આશ્રમ શાળા ખાતે મુલાકાત કરવામાં આવી હતી શાળા ના સંચાલક સાથે અને વિધાર્થી સાથે સંવાદ કરી ને પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ જીતુભાઈ બથવાર ના નિવાસસ્થાને ભોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સર્કિટ હાઉસ ખાતે બે સેશનમાં મીટીંગ નું આયોજન કરેલ હતું પહેલા અમરેલી જિલ્લા ના જાગૃત નાગરિકો અને પત્રકારો, વકિલ, શિક્ષક, નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને અધિકારીઓ સાથે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ બીજા સેશનમાં જીલ્લા ભાજપ અનુ જાતિ મોરચાના હોદેદારો તેમજ આગેવાનો સાથે કારોબારી લગત મીટીંગ કરવામાં આવી હતી આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ અનુ જાતિ મોરચાના પ્રમુખ શ્રી એ પ્રદેશ પ્રમુખ નું શબ્દો થી સ્વાગત કર્યું હતું અને જીલ્લા ભાજપ અનુ જાતિ મોરચાના મહામંત્રી શ્રી સંદિપ ભાઈ સોલંકી એ શાલ અને પ્રતિકૃતિ થી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહામંત્રી શ્રી વાલજીભાઈ વિંઝુડા, પ્રદેશ ભાજપ મિડિયા સેલ ના શૈલેષ ભાઈ પરમાર, જીલ્લા ભાજપ ના મંત્રી મનોજભાઈ મહિડા, ભાવનગર પ્રભારી વિરજીભાઈ બોરીચા,અન્ય મહાનુભાવો ઓ આવનાર સમયમાં મોરચા દ્વારા કામગીરી વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સંગઠનાત્મક વિષય પર અને ચર્ચા કરવામાં આવી હતી તેમજ બુથ પ્રહરી અને પ્રાથમિક સદસ્યતા અભિયાન માં જોડાયેલ સદસ્યો ની યાદી થી તમામ જીલ્લા ના તાલુકા અને શહેર મંડલ ના પ્રમુખ અને મહામંત્રી સાથે તેમની ટીમ દ્વારા પ્રદેશ પ્રમુખ નું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ના તમામ તાલુકા અને શહેર ના હોદ્દેદારો અને ચુંટાયેલા પ્રતિનિધિઓ અને પુર્વ હોદ્દેદારો અને પુર્વ પ્રતિનિધિ ઓ આ તકે હાજરી આપી હતી વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ મીટીંગ પુર્ણ થર્યે અમરેલી ની સરકારી કન્યા છાત્રાલય ની મુલાકાત લીધી હતી ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને પ્રાર્થના કરવામાં આવી હતી અને સરકારશ્રીની જનકલ્યાણકારી યોજના અંતર્ગત માહિતી આપવા આવી હતી આ કાર્યક્રમ પછી અમરેલી ના રોકડીયા પરા વિસ્તારમાં આવેલા સનાતન આશ્રમ ખાતે સંત શ્રી અરવિંદ બાપુ નું શાલ ઓઢાડી ને પ્રદેશ ભાજપ અનુ જાતિ મોરચાના પ્રમુખ શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અરવિંદ બાપુ દ્વારા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવ ને શીશ નમાવી વંદન કરી ને અભિષેક કરવામાં આવ્યો હતો અને મંત્રોચ્ચાર સાથે પુજન અર્ચન કરવામાં આવ્યું હતું તેમજ ત્રિરંગા યાત્રા માં સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પુજ્ય શ્રી અરવિંદ બાપુ એ ત્રિરંગા અભિયાન સાર્થક બનાવવા આશિર્વાદ આપ્યા હતા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756