થરાદ ખાતે તિરંગા યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું

બનાસકાંઠા જિલ્લાના અંબાજી થી નડાબેટ સુધી જતી તિરંગા યાત્રા થરાદ ખાતે આવી પહોચી હતી.આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ને લઈ ને સમગ્ર દેશમાં દેશ ભક્તિ નો માહોલ સર્જાયો છે. ત્યારે બનાસકાંઠા જીલ્લા બી.જે.પી. દ્રારા અંબાજી થી નડાબેટ સુધી તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આજ રોજ આ યાત્રા થરાદ નગરમાં આવી પોહચતા સમગ્ર થરાદ ના નગરજનો અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા થરાદ ચાર રસ્તા પર આવેલ તુલસી હોટલ પાસે ઢોલ નગરા સાથે પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમજ ભારત માતાકી જય અને વંદે માતરમ જેવા સુત્રોચાર કરી વાતાવરણ ગજવી નાખ્યુ હતુ. આ યાત્રા ભારત પાકિસ્તાનની સરહદે આવેલા નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના મંદિરે પુર્ણ કરવામા આવશે.બનાસકાઠા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ગુમાનસિહ, નગરપાલીકાના પુર્વ કારોબારી ચેરમેન અર્જુનસિંહ વાઘેલા, તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી, માવજીભાઈ પટેલ, ઇશ્વરભાઇ ચૌધરી, પ્રકાશભાઈ સોની, મહીલા મોરચાના પ્રમુખ કલાવતીબેન રાઠોડ, દિપીકાબેન પટેલ, શારદાબેન ભાટી, ચંદ્રીકાબેન પટેલ તેમજ ભારત આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા, સંઘના ચેરમેન વિકાસ પરિષદ ના પ્રમુખ જયદિપભાઈ સોની, મંત્રી ડૉ. હિતેન્દ્ર શ્રીમાળી ,ખરીદ વેચાણ સંઘ ચેરમેન જીવરાજભાઈ પટેલ, બનાસ બેંક ના ડિરેક્ટર શૈલેશભાઈ પટેલ, તેમજ નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756