ગાંધીનગર ખાતે મધ્યાહન ભોજન કર્મચારી દ્વારા વેતન વધારા બાબતે પ્રતિનિધિ મંડળ ની મીટીંગ યોજાઈ…..

ગાંધીનગર ખાતે મધ્યાહન ભોજન કર્મચારી દ્વારા વેતન વધારા બાબતે પ્રતિનિધિ મંડળ ની મીટીંગ યોજાઈ…..
ગાંધીનગર ખાતે વેતન વધારા બાબતે પ્રતીનિધી મંડળની આગેવાનીમઆાં પ્રદેશ પ્રતિનિધિ રમેશભાઈ કામલિયા ના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળેલી.
જેમાં વેતન વધારા બાબતે આગામી વિધાન સભાની ચૂંટણી પહેલાં પરીણામ લક્ષી લડત કરવા અંગે ચર્ચા કરવામાં આવી.
તેમજ વેતન વધારા બાબતે શિક્ષણ અધિક સચિવ સાહેબને રૂબરૂ મળી ચર્ચા કરતાં અધિક સચિવ સાહેબના જણાવ્યા અનુસાર ચૂંટણી પહેલા વેતન વધારા અંગે નિર્ણય આવવાં અંગે વિસ્તૃત ચર્ચા કરેલ
જેમાં પોઝિટિવ રિસ્પોન્સ મળેલ છે. આ તકે જુદા જિલ્લામાંથી બહોળી સંખ્યામાં સંચાલકોએ હાજરી આપેલ જેમાં લાલજીભાઈ રાઠોડ અને રાભાભાઈ આંસલ થરાદ તાલુકો,અમિતાબેન પરમાર વસો તાલુકો,વીરાભાઇ ચેતારિયા દેવભૂમી દ્વારકા,હસમુખભાઈ વસાવા,મોહંભાભાઈ અને નટુભાઈ વાઘોડિયા તાલુકો,હસમુખભાઈ વણકર,ગણપતભાઈ વસાવા છોટાઉદેપુર જિલ્લો,અરવિંદભાઈ તેમજ અન્ય સંચાલક મિત્રો જુદા જુદા તાલુકા વતી પોતપોતાના હક માટે હાજરી આપેલ…
રીપોર્ટ, મનોજ રાવલ ધનસુરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756