બેરોજગારી સાથે મોંઘવારીના માર સામે વડિયા યુથ કોંગ્રેસ દ્વારા રેલી સાથે દેખાવો કર્યા

બેરોજગારી સાથે મોંઘવારીના માર સામે વડિયા યુથ કોંગ્રેસ દ્વારા રેલી સાથે દેખાવો કર્યા
બાટલા સાથે રેલી યોજી, હાય રે મોંઘવારી,ગુજરાત નો યુવા રોજ બને છે બેરોજગાર ના નારા લાગ્યા…
નારે બાજી સાથે આક્રમક યુથ કોંગ્રેસ નુ મામલતદાર શ્રી ખોડભાયા ને આવેદનપત્ર
વડિયા
સમગ્ર દેશમાં હાલ બેરોજગારી અને મોંઘવારી એ માજા મૂકી છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ ને પડતી હાલાકી જોઈ ચૂંટણી સમય સામે આવતા મોંઘવારી અને બેરોજગારી બાબતે કોંગ્રેસ નો યુવા મોર્ચો જાગ્યો હોય તેવુ જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા મા યુથકોંગ્રેસ ના મોનિલ ગોંડલીયા ની આગેવાની મા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય પરેશ ધાનાણી ના કાર્યાલય થી એક લારી મા ગેસની બોટલની સાથે રેલી સ્વરૂપે યાત્રા કાઢી હાય રે મોંઘવારી હાય હાય, ભાજપ તૂ ને ક્યાં કિયા, દેશ કો બરબાદ કિયા. ના નારા સાથે વડિયા ની મુખ્ય બજાર નુ વાતાવરણ મોંઘવારી વિરુદ્ધ મા ગુંજતું જોવા મળ્યું હતુ. આ રેલી સ્વરૂપે યોજાયેલ કોંગ્રેસ નુ વિરોધ પ્રદર્શન અંતે મામલતદાર ઓફિસ સુધી જોવા મળ્યું હતુ. મોંઘવારી ના માર બાબતે લોકોને પડતી હાલાકી બાબતે યુથ કોંગ્રેસ દ્વારા
વડિયા મા અમરેલી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મોનિલ ગોંડલીયા, વડીયા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પાંધી, વડીયા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ હર્ષ તેરૈયા,અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી જુનેદ ડોડીયા,ઓ.બી.સી.ડિપાર્ટમેન્ટ ગુજરાત પ્રદેશ મહામંત્રી વાજસુરભાઈ વાળા, અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પાનસુરીયા,તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલીપભાઈ શીંગળા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અમરુભાઈ ગળ ની આગેવાની મા વડિયા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.આ તકે તાલુકા પંચાયત સદસ્ય વિરિધ પક્ષ ઉપ નેતા હકાભાઈ ભરવાડ, તાલુકા કોંગ્રેસ મહામંત્રી નીતિન ગોંડલીયા, તાલુકા મહામંત્રી બાલાભાઈ મકવાણા, તાલુકા માયનોરિટી પ્રમુખ ઇશાક જેઠવા, વડીયા શહેર માયનોરિટી પ્રમુખ અફઝલ સડેકી, અમરેલી જિલ્લા વાઇસ ચેરમેન સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ પ્રમુખ શ્યામ સોલંકી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નિલેશભાઈ દેવમુરારી કોંગ્રેસ અગ્રણી ખેડૂત આગેવાન રાજુભાઇ ભેંસાણીયા સહીત કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને બેરોજગારી અને મોંઘવારી ના માર વચ્ચે પીસાતી પ્રજાનો અવાજ બની દેખાવો કરી આવેદનપત્ર આપ્યું હતુ.
રિપોર્ટ કિરીટ જોટવા વડીયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756