થરાદ: વાલ્મીકિ સમાજ માં રક્ષાબંધન ની ઉજવણી

થરાદ શહેરનાં ભાજપ નાં યુવા મોરચાના આગેવાનો દ્વારા રક્ષાબંધન ની ઉજવણી વાલ્મીકિ સમાજ નાં લોકો વચ્ચે ઉજવણી કરી હતી.આમ તો રક્ષાબંધનનો તહેવાર એ હિંદુઓના પવિત્ર તહેવારોમાંનો એક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. આથી જ એને ‘શ્રાવણી પૂર્ણિમા‘ પણ કહે છે. પુરાણો મુજબ રાખડી એટલે કે રક્ષા બાંધવી એ બંધાવનાર વ્યક્તિમાં સાહસ અને વીરતાનો ભાવ પેદા કરવા માટે છે. રક્ષા બાંધનાર એ વ્યક્તિ પર ભરોસો કરે છે કે અ મારી રક્ષા કરશે અને તેથી બંધાવનાર વ્યક્તિમાં સાહસની ભાવના આપોઆપ જ પેદા થઈ જાય છે.થરાદ નાં વાલ્મીકિ સમાજ માં પણ સાહસ અને વીરતા જેવા ગુણો પેદા થાય તેમજ નવો ઉત્સાહ આવે તેવાં હેતુ થી ભાજપ યુવા મોરચા દ્વારા રાખડી બાંધી નવો જોશ પુરો પાડ્યો હતો જેમાં થરાદ શહેર ભાજપ યુવા મોરચાના વિસ્તારક,હર્ષદભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ સોની,જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રીકાબેન પટેલ,યુવા પ્રમુખ હીતેશભાઇ વાણીયા,મહામંત્રી દેવચંદભાઇ સુથાર,પૂર્વ મહામંત્રી પ્રતાપભાઈ સોની,પપ્પુનાથ નાથબાવા,હરેશભાઈ દોહટ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756