જૂનાગઢના જિલ્લાના ૨૦ અમૃત સરોવર ખાતે લહેરાયો તિરંગો

જૂનાગઢના જિલ્લાના ૨૦ અમૃત સરોવર ખાતે લહેરાયો તિરંગો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૬માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે અમૃત સરોવર ખાતે ધ્વજ વંદનના કાર્યક્રમ યોજાયા
સંકલન- ક્રિષ્ના સિસોદિયા
જૂનાગઢ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૬માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના ૨૦ અમૃત સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દેશની આઝાદીને ૭૬ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૨ થી વર્ષ ૨૦૨૩ સુધીમાં દેશના તમામ જિલ્લાઓમાં ઓછામાં ઓછા ૭૫ અમૃત સરોવરનું નિર્માણ-નવીનીકરણ કરવા અહવાહન કર્યું હતું. વડાપ્રધાનશ્રી દ્વારા દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવી ધરતી માતાનું ઋણ અદા કરવાનો સંકલ્પ કરાયો હતો.
જૂનાગઢ જિલ્લામાં તળાવોને સુવિકસિત કરવામાં આવી રહ્યા છે, આ તળાવોના કિનારા રળિયામણો બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જિલ્લામાં તળાવના નિર્માણ-નવીનીકરણના કામો હાલ પ્રગતિમાં છે. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર. જે. જાડેજા અને કાર્યપાલક ઇજનેર શ્રી જે.વી. ડાભીના માર્ગદર્શન હેઠળ અમૃત સરોવર બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં ૨૦ અમૃત સરોવરની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, આ પૂર્ણ થયેલ અમૃત સરોવરના સ્થળે રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા.
ભેસાણ તાલુકાના વાંદરવડ, ચુડા, પસવાળા, સરદારપુર, જૂનાગઢ તાલુકાના નવા પીપળીયા, ગોલાધર, કેશોદના અજાબ, પ્રાંસલી માળિયાના બાબરા, ચુંલડી, બુધેચા, કાલીભડા, માણાવદરના દગડ માંગરોળના ફૂલરામાં, મેંદરડાના રાજેસર અને બરવાળા, વંથલીના ટીકર-પાદરડી, કણજરી, ધંધુસર અને ઉમટવાડા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ તળાવમાં વધુમાં વધુ પાણીનો સંગ્રહ થાય એ હેતુથી તળાવો મોટા અને ઊંડા તૈયાર કરવામાં આવી રહ્યા છે સાથે જ પ્રવાસન હેતુથી વિકસાવવામાં આવી રહ્યા છે. તળાવની આસપાસ બ્યુટીફિકેશન અને લાઇટિંગ વૃક્ષો વાવવા સહિતની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે આમ અમૃત સરોવરના નિર્માણથી જિલ્લામાં ભૂગર્ભ જળના તળ પણ ઊંડા થશે
રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756