રાજીવગાંધી ની 78 મી જન્મજયંતી નિમિત્તે ડભોઇ તાલુકા કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ભારત ના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવગાંધી ની 78 મી જન્મ જયંતી નિમિતે ડભોઇ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા ડભોઇ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવગાંધી ની તસ્વીર ને પુષ્પાર્પણ કરી તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.રાજીવ ગાંધી નો જન્મ 20 ઓગસ્ટ 1944 ના રોજ મુંબઇ માં થયો હતો.તેઓ ભારત ના યુવા વડાપ્રધાન હતા.તેમજ ભારત દેશ માં આધુનિક ક્રાંતિ લાવવા માં રાજીવગાંધી નો મહત્વ નો ફાળો છે.આજરોજ તેઓના જન્મ દિન ને યાદગાર બનાવવા ડભોઇ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ત્યાર બાદ ડભોઇ તાલુકા ના સાઠોદ ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડભોઇ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, સાઠોદ ગામ ના પૂર્વ સરપંચ તેમજ ડભોઇ તાલુકા સરપંચ સંઘ ના પ્રમુખ સુધીરભાઈ બારોટ,ડભોઇ વિધાનસભા ના પ્રભારી રેડ્ડીજી,સાઠોદ ગામ ના અગ્રણી હેમંત ભાઈ બારોટ ,સહિત કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756