વિશ્વ હિન્દુ પરિસદ સ્થાપના દિવસ નિમિત્તે ચાણોદ ખાતે સત્યનારાયણ વ્રત કથા નું આયોજન

વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ નિમિત્તે તીર્થ ક્ષેત્ર યાત્રાધામ ચાંદોદના મલ્હારાવ ઘાટ સાઈ કૃપા હોલ ખાતે સત્યનારાયણ વ્રત કથા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સત્યનારાયણ કથાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ નિમિત્તે સમસ્ત હિંદુ સમાજના પ્રતિનિધિત્વ એવો હિન્દુ સમાજ એક થાય તેના ઉદ્દેશથી આ સતના કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કથામાં સમસ્ત હિંદુ સમાજના 17 જોડાય લાભ લીધો હતો મહત્વની વાત કરીએ તો વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 1964માં થઈ હતી આના સ્થાપક સ્વામી ચિન્મયાનંદ, એસ એસ આપટે, માસ્ટર તારા સિંહ હતા પહેલીવાર 21 મે 1964 માં મુંબઈના આરએસએસ સર સંઘ ચાલક માધવ સદાશિવ ગોળવલકર ને બેઠક બોલાઈ હતી વિશ્વ હિન્દુ પરિષદનો સૂત્ર છે એક મંદિર એક સ્મશાન એક કૂવો તેના ઉદ્દેશથી હિન્દુ એક બને તેના સંકલ્પ સાથે આ વ્રત કથાનું આયોજન કર્યું હતું હિન્દુ સમાજ ના દરેક પ્રતિનિધિત્વને પ્રાધાન્ય આપી આ આયોજનને પાર પાડ્યું હતું આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી જયેશભાઈ ભટ્ટ, જિલ્લા મંત્રી વિનોદભાઈ પરમાર, જિલ્લા ધર્મચાર્ય સંયોજક સંદીપ જાની, સહિત ચાંદોદના બ્રાહ્મણો દ્વારા સમસ્ત હિંદુ સમાજના પ્રતિનિધિત્વ 17 જોડા ને સત્યનારાયણ વ્રત કથા સંભળાવી હતી અને મોટી સંખ્યામાં ચાંદોદના દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756