શ્રાવણ મહિના ના છેલ્લા સોમવારે કુબેર ભંડારી ના દર્શન કરતા ડભોઇ ના ધારાસભ્ય શૈલેષ મહેતા

ભગવાન ભોલેનાથ નો પ્રિય મહિનો શ્રાવણ મહિના જો આજરોજ છેલ્લો સોમવાર છે.આ વર્ષે શ્રાવણ માં કુલ 4 સોમવાર હતા જે પૈકી આજ રોજ શ્રાવણના છેલ્લો સોમવારે ડભોઇ ના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી કુબેર દાદા ના દર્શન માટે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ ગુજરાત જાગૃત મંચ પ્રમુખ મીનાબેન મહેતા એ વર્ષોથી ચાલતી પરંપરાગત મુજબ કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતે શ્રાવણ માસ નો અંતિમ સોમવાર સાથે શ્રાવણ વદ અજાં એકાદશી ના પાવન પર્વ એ મહાદેવની પૂજા અર્ચના અને મહાઆરતી કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.તેમજ ડભોઇ સહિત સમગ્ર ગુજરાત નાગરિકો ને સુખ ,શાંતિ,સમૃદ્ધિ મળે તેવી મહાદેવ ને પ્રાર્થના કરી હતી. આ સાથે જ વહેલી સવાર થી જ સમગ્ર ગુજરાત સહિત અલગ અલગ રાજ્યો માં થી મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓ કુબેર ભંડારી ખાતે છેલ્લા સોમવારે દર્શન કરવા ઉમટી પડ્યા હતા.તેમજ મંદિર પરિસર માં બમ બમ બોલે ના નાદ ગુંજી ઉઠ્યા હતા.ભક્તો દ્વારા શિવલિંગ ને દૂધ તેમજ બીલીપત્ર ચઢાવી મહાદેવ ની પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756