મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત
Spread the love

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન નોંધણી અને સુધારા કરવાની સુવિધા ઉપલબ્ધ

આગામી તા.૧૨/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ખાસ ઝુંબેશ

અમરેલી તા.૨૨ ઓગસ્ટ, ૨૦૨૨ (સોમવાર) ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત આગામી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેટલાક ફેરફરો કરવામાં આવ્યા છે. આ ફેરાફારોના કારણે હવે વર્ષમાં ૦૪ તારીખોએ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા ઉમેદવારો મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી શકે છે. અગાઉ ફક્ત ૦૧/૦૧ના પરિપ્રેક્ષ્યમાં આ યાદી તૈયાર કરવામાં આવતી હતી. આ ફેરફારના કારણે પ્રથમવાર મતદાર તરીકે લાયક થનારા મતદારોની સંખ્યા વધશે. અમરેલીમાં આ તારીખો અંતર્ગત મેચ્યોર થતા યુવક-યુવતીઓ મતદાર તરીકે નોંધાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ચૂંટણીપંચ દ્વારા મતદારોને ઓનલાઈન નોંધણી અને સુધારણા માટે સુવિધા આપવામાં આવી છે. ઓનલાઈન પોર્ટલ https://www.nvsp.in/ www.voterportal.eci.gov.in voter helpline mobile app (ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે) અને GARUDA APP (BLO) મારફતે ઉપયોગમાં લઈ શકાશે. આ વેબસાઈટ/એપ્લિકેશન પરથી મતદાર યાદીમાં નામોની નોંધણી થશે, નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકાશે, મતદાર યાદીમાં વિગતોમાં સુધારો કરી શકાશે, નવા મતદારો માટે ઈ-એપિક ડાઉનલોડ કરવાની સુવિધાઓ આપી શકાશે. આ ઉપરાંત ઓનલાઈન કરવામાં આવેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકાશે. ફોર્મ ૬-b ભરીને ચૂંટણી કાર્ડ સાથે પોતાનું આધાર લીંક કરાવી શકશે. આ ઉપરાંત ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પરથી પણ માહિતી મેળવી શકાશે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

LOKARPAN-@-Official-✍🏻-20220822_173226.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!